
સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું લિફટમાં ફસાઈ જતા મોત નિપજ્યું છે. મહિલા નિયમિત સમયે પોતાની નોકરી પર પહોંચી હતી. પોતાના કારખાને જવા માટે લિફ્ટમાં બેઠા હતા. જો કે લિફ્ટમાં જતા સાડીને છેડો ફસાઈ ગયો હતો.
Surat News : સુરતમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક શ્રમજીવી મહિલાએ ફરી એકવાર પોતાનો જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. સુરતમાં ધંધાદારીની બેદરકારીનાં કારણે એક મહિલાનું મોત નિપજ્યાનો કિસ્સો સામે આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું લિફટમાં ફસાઈ જતા મોત નિપજ્યું છે. મહિલા નિયમિત સમયે પોતાની નોકરી પર પહોંચી હતી. પોતાના કારખાને જવા માટે લિફ્ટમાં બેઠા હતા. જો કે લિફ્ટમાં જતા સાડીને છેડો ફસાઈ ગયો હતો. મહિલા લિફ્ટ જેવી ઉપર ગઇ તેવી તે સીધી જ નીચે પછડાઇ ગઇ હતી. મહિલા ખેચાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોત થયું હતું. મહિલા જાળી બનાવવાના કારખાનામાં કામ કરતી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું લિફટમાં ફસાઈ જતા મોત નિપજ્યું હતું. કારખાનામાં કામ કરતી મહિલા લિફ્ટમાં ફસાઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલી મહિલા 42 વર્ષીય પિંકી કુમારી પ્રસાદ હોવાનું સામે આવ્યું છે. મુળ બિહારનાં રહેવાસી મહિલા સુરતમાં શ્રમજીવી તરીકે પોતાનું જીવન નિર્વહન કરતી મહિલાનું મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મહિલા જાળી બનાવવાના કારખાનામાં કામ કરતી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ થઇ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Surat News