• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Rain : સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મેંદરડામાં 13, કેશોદમાં 11 ઇંચ વરસાદ

Gujarat Rain : સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મેંદરડામાં 13, કેશોદમાં 11 ઇંચ વરસાદ

10:28 PM August 20, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 20 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ વરસ્યો છે



Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. બુધવારને 20 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જૂનાગઢના મેંદરડામાં 13.03 ઇંચ વરસાદ વરસ્યો છે. 25 તાલુતામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.


► 73 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ


સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 20 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મેંદરડામાં 13.03 ઇંચ, કેશોદમાં 10.94 ઇંચ, વંથલીમાં 10.16 ઇંચ, પોરબંદરમાં 9.84 ઇંચ, ગણદેવીમાં 8.39, માણાવદરમાં 8.07 ઇંચ, ચીખલીમાં 7.20 ઇંચ, કુતિયાણામાં 6.93 ઇંચ, કપરાડામાં 6.57 ઇંચ, રાણાવાવમાં 6.42 ઇંચ, ડોલવાણમાં 5.91 ઇંચ, મહુવામાં 5.31 ઇંચ, ખેરગામમાં 5.24 ઇંચ, માંગરોળમાં 5.12 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 129 તાલુકામાં 1 થી લઇને 125 મીમી સુધી વરસાદ નોંધાયો છે.


► હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગે 21 ઓગસ્ટના રોજ પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી જિલ્લાના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


06.00 TO 16.00 HRS RAINFALL DATA DT.20.08.2025Download


► રાજ્યમાં સિઝનનો કુલ 71.31 ટકા વરસાદ


20 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 71.31 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 74.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 72.73 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 69.92 ટકા, સૌરાષ્ટ્રમાં 69.06 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 73.33 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 20 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 261426 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.25% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 418024 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.93% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 51 છે. 70 ડેમ હાઇ એલર્ટ પર અને 30 ડેમ એલર્ટ પર છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rain Forecast News In Gujarati - ગુજરાતી સમાચાર - Gujarat Rain Data - Gujarat Rain Weather Forecast Update




Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત

  • 11-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us