
Shah Rukh Khan News : શાહરુખ ખાનના એક્સિડન્ટના સમાચાર ખોટા? અમેરિકાથી પરત ફર્યા અભિનેતાનો વીડિયો વાયરલ..
Shah Rukh Khan News : સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે વહેલી સવારે પત્ની ગૌરી ખાન અને નાના પુત્ર અબરામ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ ત્રણેયનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગઇકાલે શાહરૂખ ખાનના અકસ્માતના સમાચાર સામે આવતા જ પ્રશંસકો ચિંતામાં મૂકાઇ ગયા હતા. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનને એરપોર્ટ પર સ્વસ્થ જોઇને તેઓને હાશકારો થયો છે. પરંતુ તેમની નાક પર સર્જરીનું કોઇ પણ પ્રકારનું નિશાન જોવા મળ્યું નથી. તેથી નેટિજન્સમાં એ પ્રશ્ન ઉઠ્યો છે કે, શું એક્ટર ઈજાગ્રસ્ત થયો હતો તે સમાચાર ખોટા હતા?
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, શાહરૂખ ખાન હાઈ સિક્યુરિટી અને તમામ કેમેરા વચ્ચે એરપોર્ટની બહાર નીકળે છે. જો કે તેની ઈજાના કોઈ નિશાન નથી, પરંતુ તે રાહતની વાત છે. આ દરમિયાન શાહરૂખ ખાન જીન્સ અને હૂડી પહેરીને ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે. આ સાથે તેણે પોતાનો ચહેરો કેપ અને ચશ્માથી ઘણી હદ સુધી છુપાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતાને અમેરિકામાં અકસ્માત થયો હતો અને તેના નાકમાં ઈજા થઈ હતી. આ માટે હવે તેની એક નાની સર્જરી પણ કરવામાં આવી છે. અભિનેતા તેના એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો જ્યારે તેને લોસ એન્જલસમાં સેટ પર એક નાનો અકસ્માત થયો હતો. જો કે, કિંગ ખાન હવે ભારતમાં પાછો ફર્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે.
શાહરૂખ ખાને પાંચ વર્ષ બાદ વર્ષ 2023માં અભિનયની દુનિયામાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ સાથે ધમાકેદાર વાપસી કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ લગભગ 1,000 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. હવે શાહરૂખ ખાન આગામી પ્રોજક્ટ ‘ડંકી’ અને ‘જવાન’ ને લઇને સતત ચર્ચામાં છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News