ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં મોટો યુદ્ધાભ્યાસ કરવા જઇ રહી છે. ત્યારે આ બાબતે પાકિસ્તાની નૌકાદળે નોટમ જાહેર કર્યું છે.
Indian Navy Practice in Arabian Sea : રક્ષા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. આ યુદ્ધાભ્યાસ ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ થવાની શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાની નૌકાદળે પણ આ જ સમયગાળા દરમિયાન પોતાના જળસીમામાં અભ્યાસ માટે વિમાન દળોને નોટિસ જારી કરી છે.

ભારતીય નૌકાદળનો આ યુદ્ધાઅભ્યાસ તાજેતરમાં થયેલા ઓપરેશન સિંદૂર બાદનો પહેલો મોટો શક્તિ પ્રદર્શન હશે. ૭ મેના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાને આનો વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે તેમના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવીને અનેક પાકિસ્તાની એરબેઝને નષ્ટ કર્યા હતા. ત્યારે ભારતીય નૌકાદળની આ પ્રેક્ટિસને પાકિસ્તાન માટે એક મજબૂત સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - india pakistan War in Arabian Sea ?
