
વર્ષ 2025માં અત્યારસુધી કચ્છમાં 12થી વધુ ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. આ તમામ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3થી ઓછી કે થોડી વધુ નોંધાઈ છે.
કચ્છ જિલ્લાથી છેલ્લા કેટલાક સમયથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, જેના પગલે લોકોમાં ચિંતા જોવા મળી છે. પરંતુ સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ સુમેર ચોપરા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર હાલમાં કચ્છની સિસ્મિક એક્ટિવિટી સંપૂર્ણપણે “સામાન્ય”છે અને ભયનું કોઇ કારણ નથી.
સાંખ્યિકી પ્રમાણે, વર્ષ 2025માં અત્યારસુધી કચ્છમાં 12થી વધુ ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. આ તમામ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3થી ઓછી કે થોડી વધુ નોંધાઈ છે. આમ તો કચ્છ જિલ્લામાં મહિને સરેરાશ બે ભૂકંપના આંચકા આવતા રહે છે, જે એક સામાન્ય પરિસ્થિતિ છે.
કચ્છ રિજન સિસ્મિક ઝોન 5માં આવે છે, જે ભારતમાં અર્થ ક્વેક પ્રોન વિસ્તારોમાં સૌથી ઊંચા જોખમ ધરાવતો ઝોન માનવામાં આવે છે. અહીં ભૂમિખંડની નીચે ઘણી ફોલ્ટલાઈનો આવેલી છે. વધુ ફોલ્ટલાઈનો હોવાના કારણે અહીં ભૂકંપની ઘટનાઓ વધુવાર નોંધાય છે.
સુમેર ચોપરાએ સ્પષ્ટ કર્યું કે, હાલમાં કચ્છ વિસ્તારમાં કોઈ નવો ફોલ્ટ એક્ટિવ થયો નથી. ભૂકંપના જે આંચકા આવી રહ્યા છે, તે બધા પહેલેથી જાણીતા જૂના ફોલ્ટલાઈનોમાંથી આવે છે, જે વારંવાર સક્રિય થતા રહે છે.
ડિરેક્ટર જનરલે કહ્યું કે, "નાના ભૂકંપ આવવો ખરેખર એક સકારાત્મક સંકેત છે. જ્યારે જમીનના અંદરના તણાવ સમયસર ઓછી તીવ્રતાના આંચકાઓના માધ્યમથી બહાર નીકળી જાય છે, ત્યારે મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે."તેમણે વધુમાં ઉમેર્યું કે, “જો નાના ભૂકંપ આવવાનું બંધ થઈ જાય, તો તે સંકેત તરીકે પણ જોવાઈ શકે કે અંદર તણાવ જમાતો જાય છે, જે ભવિષ્યમાં મોટો આંચકો આપી શકે.”
હાલની પરિસ્થિતિને જોતા, લોકોમાં ભય ન ફેલાવવો જોઈએ. ભૂકંપસંદર્ભે સાવચેતી અને તૈયારીઓ જરૂરી છે, પણ હાલના આંચકાઓનો અર્થ એ નથી કે કોઈ મોટી આપત્તિ આવવાની છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ નાના ભૂકંપના આંચકા આવતા રહે તો મોટા આંચકાની સંભાવના ઘટી જાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Earthquake In Kutch - Why Friquently Earthquake In Kutch