
ભારત અને રશિયાની મિત્રતા દિવસે ને દિવસે ગાઢ બનતી જાય છે. તેઓ એક બીજા સાથે ટ્રેડ પણ કરી રહ્યા છે. પણ અમેરિકન રાષ્ટ્રપતિથી આ સહન જ ના થયું . તેથી તેણે તેના બદલામાં રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા પર ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને ખુબજ સ્માર્ટ ડિપ્લોમેટિક લિડર સમજે છે. તેઑ ઈચ્છે છે કે તેની મરજી પ્રમાણે જ થવું જોઈએ અને જો તે ન થાય તો પછી પોતે હાંફળા-ફાંફળા થઈ જાય છે. તેઓ મન-ફાવે તેવા કામો આદરી દેવાનું ચાલુ કરે છે અને તેઓ વારંવાર સમાચાર હોય જ છે. ફરી એકવાર તેઓ સમાચાર માં છે તેનું કારણ છે કે તેનાથી ભારત અને રશિયાની મિત્રતા સહન ન થઈ અને તેણીએ આગ ઓકવાનું શરૂ કર્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા ભારત પર 25 ટકા ટેરિફ લાદી દીધો છે. ટેરિફ લાદતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથેની મિત્રતાને કારણે ભારત પર આ ટેરિફ લાદ્યો છે. વાસ્તવમાં, ભારત છેલ્લા ઘણા વર્ષોથી રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે. જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિએ દંડ સાથે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે યુરોપિયન દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે અને યુરોપિયન દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ આયાત કરી રહ્યા નથી. આ કારણે, ભારત છેલ્લા ઘણા વર્ષોથી રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જે અમેરિકા અને યુરોપની નજરમાં કાંટો હતું. આ કારણે, અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત પર 25 ટકા ટેરિફ અને દંડ લાદ્યો છે.
યાદ રાખો, ભલે ભારત એક મિત્ર છે, અમે વર્ષોથી તેમની સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે, અને તેમની પાસે કેટલાક સૌથી કડક અને હેરાન કરનારા બિન-આર્થિક વેપાર અવરોધો છે જે કોઈપણ દેશમાં મળી શકે છે. ઉપરાંત, ભારત હંમેશા તેના મોટાભાગના લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદે છે, અને તે ચીન સાથે રશિયા પાસેથી ઊર્જાનો સૌથી મોટો હિસ્સો ધરાવતો દેશ છે. એવા સમયે જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં નરસંહાર બંધ કરે. આમાંથી કંઈ સારું નથી! તેથી હવે ભારતે 1 ઓગસ્ટથી 25% ટેરિફ ચૂકવવો પડશે, અને તે ઉપરાંત આ કારણોસર દંડ પણ લાગશે. આ ધ્યાનમાં લેવા બદલ આભાર
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફની અસર આવતીકાલે શેરબજારમાં જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે, ટેરિફના નિર્ણયની ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે છે અને બજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , India will pay a 25 per cent tariff on goods exported to the United States from August 1, Donald Trump decreed on Truth Social - Trump also slapped a penalty on India - tarriff war us vs india