
વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા માંડ માંડ પાટે ચડી હતી ત્યાં ફરી એકવાર તેના પર બ્રેક લાગી છે. હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે તેવી સ્થિતિમાં ભરતી કઇ રીતે ચલાવી શકાય તેવી ટિપ્પણી કરતા સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયા થોડા દિવસ માટે સ્થગીત કરાઈ છે.
Gujarat High Court : ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે ભરતીને કરાઈ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. 2 દિવસની જિલ્લા પસંદગી બાદ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી. નવી જિલ્લા પસંદગી તારીખ અંગે ફરી જાહેરાત કરવામાં આવશે. જ્ઞાન સહાયક નોકરી કરતા ઉમેદવારો કોર્ટમાં ગયા છે. સમગ્ર મામલાની સુનાવણી હાલ કોર્ટમાં ચાલી રહી છે. જેથી હાલમાં જ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવતા આખરે ભરતી ફરી એકવાર અટકાવી દેવાઇ છે.
વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા માંડ માંડ પાટે ચડી હતી ત્યાં ફરી એકવાર તેના પર બ્રેક લાગી છે. હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે તેવી સ્થિતિમાં ભરતી કઇ રીતે ચલાવી શકાય તેવી ટિપ્પણી કરતા સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે. આદેશના પગલે ભરતી સ્થગિત કરવાની સરકારને ફરજ પડી છે. જેથી અત્યારે જિલ્લા પસંદગીની ચાલી રહેલી પ્રક્રિયા અટકાવવાની જાહેરાત સરકારે કરી હતી. હવે પછીની તારીખ હાઇકોર્ટમાં સમગ્ર મામલો સ્પષ્ટ થયા બાદ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયક ભરતી સૌથી ધીમી ચાલતી ભરતીઓ પૈકી છે. પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની ભરતીઓ થઇ ગઇ છે. કેટલાક માધ્યમોમાં ફાળવણી પણ થઇ ગઇ અને ઉમેદવારો હાજર પણ થઇ ચુક્યા છે. જો કે 6 થી 8ની ભરતી સૌથી ધીમી ચાલી રહી છે. તેવામાં જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવી લેવાયા હતા. 2 દિવસની ભરતી પ્રક્રિયા (જિલ્લા પસંદગી) પુર્ણ પણ થઇ ગઇ હતી. ત્યારે અરજદારો દ્વારા કોર્ટને રજુઆત કરવામાં આવતા કોર્ટે ભરતી પ્રક્રિયા અટકાવવાનો આદેશ આપ્યો હતો.
જેના પગલે ધીમે ધીમે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા હવે સંપુર્ણ અટકી પડી છે. MSC ના અભ્યાસ સાથે જ્ઞાન સહાયકની નોકરી કરતા ઉમેદવારો દ્વારા સમગ્ર મામલાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તે મામલે હાઇકોર્ટે સુનાવણી કરતા ભરતી અટકાવી દેતા હવે જ્યાં સુધી કેસ પુર્ણ નહી થાય ત્યાં સુધી ભરતી અટકેલી રહેશે. કેસની સુનાવણી પુર્ણ થઇ અને ચુકાદો આવ્યા બાદ જ સરકાર નવી તારીખ જાહેર કરશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat High Court On Vidhya Sahayak Bharati Stay - વિદ્યાસહાયક ભરતી સ્થગિત કરાઈ - DPE Recruitment