
Shravan Maas 2025 - શ્રાવણ માસ 2025માં આવતા સોમવારની તારીખ, પૂજા વિધિ અને મહત્વ વિશે જાણો
Shravan Maas 2025 And Festival Date : શ્રાવણ માસ 2025 ના સોમવારની તારીખ , જાણો શુભ તારીખ, કુલ સોમવાર અને શિવ પૂજાનું અદભુત મહત્ત્વ. શ્રાવણ કૅલેન્ડર અને વ્રતની સંપૂર્ણ માહિતી મેળવો.
Shravan Maas 2025 Date And Festival List : હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો શ્રાવણ માસને ગણવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. કેટલાક લોકો આખા શ્રાવણ માસ કે શ્રાવણ સોમવારના વ્રત ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઘણા મહત્વના તહેવાર ઉજવાય છે. જાણો વર્ષ 2025માં શ્રાવણ માસના સોમવાર ક્યારે છે? શ્રાવણ સોમવારે ભગવાન શંકરની પૂજા કેવી રીતે કરવી? રક્ષાબંધન અને જન્માષ્ટમી કઇ તારીખે ઉજવાશે? તમામ વિશે અહીં જાણીશું.
વર્ષ 2025માં શ્રાવણ માસ 25 જુલાઇ, શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે. શ્રાવણ માસના એક દિવસ પહેલા દિવાસો તહેવાર ઉજવાય છે. તેને હરિયાળી અમાસ પણ કહેવાય છે. હરિયાળી અમાસ પર પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવાનું વિશેષ મહાત્મય છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ 23 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થાય છે. આમ આ વખત પુરા 30 દિવસનો શ્રાવણ માસ છે.
શ્રાવણ માસ 2025માં કુલ 4 સોમવારનો યોગ બની રહ્યો છે. ત્યારે ભક્તોને જણાવીએ કે કંઈ તારીખે સોમવાર આવી રહ્યા છે.
⇒ 28/07/2025 - પ્રથમ સોમવાર
⇒ 04/08/2025 - બીજો સોમવાર
⇒ 11/08/2025 - ત્રીજો સોમવાર
⇒ 18/08/2025 - ચોથો સોમવાર
શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ સોમવારે શિવલિંગ પર દૂધ, ગંગાજળ વડેઅભિષેક કરી બલીપત્ર અર્પણ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.
શ્રાવણ માસમાં ઘણા મહત્વના હિંદુ તહેવાર ઉજવાય છે, જેમા રક્ષાબંધન, સાતમ – આઠમ જન્માષ્ટમી મુખ્ય હોય છે. રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. રક્ષાબંધન પર બહેન ભાઇની રક્ષા માટે હાથ પર રાખડી બાંધે છે. તેના બદલામાં ભાઇ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન શ્રાવણ પૂનમ તિથિ પર ઉજવાય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, 2025 શનિવારે ઉજવાશે.
સાતમ – આઠમ જન્માષ્ટમીનો તહેવાર પણ શ્રાવણ માસમાં ઉજવાય છે. શ્રાવણ વદ પાંચમ થી નોમ સુધી એમ કુલ 5 દિવસ આ તહેવાર ઉજવાય છે. જેમા જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ સુદ આઠમની મધ્યરાત્રી 12 વાગે ઉજવાય છે.
• નાગ પાંચમ 2025 – 13 ઓગસ્ટ, બુધવાર
• રાંધણ છઠ્ઠ 2025 – 14 ઓગસ્ટ, ગુરુવાર
• શીતળા સાતમ 2025 – 15 ઓગસ્ટ, શુક્રવાર
• જન્માષ્ટમી 2025 – 16 ઓગસ્ટ, શનિવાર
• નોમ 2025 – 17 ઓગસ્ટ, રવિવાર
• શ્રાવણ અમાસ 2025 - 23 ઓગસ્ટ, રવિવાર શ્રાવણ માસ પૂર્ણાહુતિ
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Shravan Maas 2025 Date And Festival List : શ્રાવણ માસ 2025 ક્યારે શું થાય છે? Raksha Bandhan 2025 : રક્ષાબંધન કઇ તારીખે છે? - Janmashtami 2025 : રાંધણ છઠ્ઠ, સાતમ – આઠમ જન્માષ્ટમી ક્યારે ઉજવાશે ?