
Shubhanshu Shukla : શુભાંશુ શુક્લા અને AXIOM-4ના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પૃથ્વી પર પરત ફર્યા છે. ISS પર 18 દિવસના રોકાણ બાદ પાછા આવ્યા છે
Shubhanshu Shukla Return From ISS Updates : શુભાંશુ શુક્લા અને AXIOM-4ના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પૃથ્વી પર પરત ફર્યા છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ -4 મિશનના અન્ય ત્રણ લોકો મંગળવારે દક્ષિણ કેલિફોર્નિયાના સેન ડિએગો દરિયાકાંઠે ડ્રેગન ‘ગ્રેસ’ અવકાશયાન ઉતરતાની સાથે જ પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 18 દિવસના રોકાણ બાદ તેમણે 22.5 કલાકની સફર પૂર્ણ કરી હતી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની માતા આશા શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી એક્સિઓમ 4 પૃથ્વી પર સુરક્ષિત પરત ફરતા જ રડી પડ્યાં હતાં.
તેમણે કહ્યું કે મારો પુત્ર સુરક્ષિત પરત ફર્યો છે હું ભગવાનનો અને તમારા બધાનો આભાર માનું છું જેમણે આ ઘટનાને કવર કરીછે. હું ભાવુક થઈ ગઇ, આખરે મારો દીકરો ઘણા દિવસો પછી પાછો ફર્યો છે. તેમણે કહ્યું કે ઉત્સાહ અંતહીન છે અને અમને ખૂબ ગર્વ છે. મારી પાસે મારી ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો નથી. પીએમ મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આવનારી પેઢીએ પણ પ્રેરણા લેવી જોઈએ અને આગળ વધવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ શુભાંશુ શુક્લાને પૃથ્વી પર પરત ફરવા પર પણ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે હું આખા દેશ સાથે ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરું છું, જે પોતાના ઐતિહાસિક અંતરિક્ષ અભિયાનમાંથી પૃથ્વી પર પરત ફર્યા છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે તેમણે પોતાના સમર્પણ, સાહસ અને અગ્રણી ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરિત કર્યા છે. આ આપણા પોતાના મિશન ગગનયાન દિશામાં એક વધુ એક મીલનો પથ્થર છે.
લખનઉમાં તેમના પિતા અને તેમનો પરિવાર શુભાંશુ શુક્લાના સુરક્ષિત ધરતી પર પાછા ફરવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા. આ પહેલા પરિવારના સભ્યોએ હવન-પૂજા અને રુદ્રાભિષેક કર્યો હતો અને પ્રાર્થના કરી હતી કે શુભાંશુ કોઈ પણ જાતની તકલીફ વિના પૃથ્વી પર પાછો ફરે. લખનઉના ત્રિવેણી નગર વિસ્તારમાં શુભાંશુના પૈતૃક ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ઘરની બહાર તેના ઉપનામ શક્સ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શુભાંશુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાલ શુક્લાએ મંગળવારે પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. અમે તેની સુરક્ષિત લેન્ડિંગ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. તે ખૂબ જ ખુશીની વાત છે કે તે સફળતાપૂર્વક પોતાનું મિશન પૂર્ણ કરીને પાછો ફર્યો છે. તે અમારા અને દેશ માટે ખૂબ ગર્વની ક્ષણ છે કે તેણે આટલું મહત્વપૂર્ણ મિશન પૂર્ણ કર્યું છે. હવે અમે અમારા પરિવાર, સંબંધીઓ અને શુભેચ્છકો સાથે અહીં તહેવારોની ઉજવણી કરીશું. શુભાંશુની પત્ની કામના અત્યારે લખનઉમાં નથી. હાલ તે ફ્લોરિડામાં છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Shubhanshu Shukla Return From ISS Updates : શુભાંશુ શુક્લા અને AXIOM-4ના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પૃથ્વી - અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ 4