• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • SGX Nifty હવેથી GIFT Nifty તરીકે ઓળખાશે, ગુજરાતનું GIFT CITY બન્યું નવું નાણાકીય હબ...

SGX Nifty હવેથી GIFT Nifty તરીકે ઓળખાશે, ગુજરાતનું GIFT CITY બન્યું નવું નાણાકીય હબ...

11:35 AM July 04, 2023 admin Share on WhatsApp



ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી(International Financial Services Centres Authority)ના ચેરમેન શ્રીનિવાસે GIFT NIFTYના લોગો લોન્ચ કર્યો છે જે SGX NIFTY ને આપવામાં આવેલી નવી ઓળખ છે. આ પ્રસંગે ગિફ્ટ સિટી(Gift City) ખાતે ગિફ્ટ એક્સચેન્જ(GIFT exchange) માટેની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી. 3 જુલાઈથી SGX NIFTY એ GIFT NIFTY તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. આ NSE IX અને SGXની પહેલ છે જે SGX ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ દ્વારા ક્લિયરિંગ અને સેટલમેન્ટ સાથે ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે SGX સભ્યોના ગિફ્ટ નિફ્ટી ઑર્ડર્સને NSE IFSCમાં મોકલવામાં સક્ષમ બનાવે છે. આમ સોમવારથી ભારતમાં વૈશ્વિક ટ્રેડિંગનો ટ્રેન્ડ બદલાયો છે. સિંગાપોરનો SGX નિફ્ટી હવે ગાંધીનગરનો ગિફ્ટ નિફ્ટી બની ગયો છે. આ સાથે સિંગાપોરથી લગભગ 66 હજાર કરોડ રૂપિયાના માસિક સોદા પણ ગિફ્ટ નિફ્ટીમાં શિફ્ટ થશે. શરૂઆતી તબક્કામાં દરરોજ 8 હજાર કરોડથી વધુનું ટ્રેડિંગ થશે જે વધી 15-20 હજાર કરોડ સુધી પહોંચી જશે. સોમવારે સવારે 6.30 વાગ્યે ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડિંગ શરૂ થયું અને પહેલી 5 મિનિટમાં 400 ઓર્ડર આવ્યા.

sgx nifty to gift nifty

ગિફ્ટ નિફ્ટીએ ભારતમાં ટ્રેડ થનારો ડોલર મૂલ્યમાં પ્રથમ ઇક્વિટી ઇન્ડેક્સ બની ચૂક્યો છે. ગિફ્ટ નિફ્ટીમાંથી દૈનિક વોલ્યુમ ઝડપી 1.5-2 અબજ ડોલરને આંબી જશે તેવું એનએસઈ આઇએક્સના એમડી અને સીઇઓએ જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે આગળ જતાં તેઓ SGX સાથે ભાગીદારીનું વિસ્તરણ કરવાનું વિચારી શકે છે અને પ્રારંભિક ચાર કરતાં વધુ ટ્રેડિંગ માટે વધુ સેક્ટર ઓફર કરવા માટે વધુ ભાગીદારો લાવવાનું પણ વિચારી શકે છે.

► રોણકારોની પહેલી પસંદ ભારતીય ઇક્વિટી
અનુભવી અને તજજ્ઞ રોકાણકારોના મતાનુસાર, વૈશ્વિક સ્તર પર NSE માર્કેટનું વર્ચસ્વ વધશે વૈશ્વિક સ્તરે ભારતીય ઇક્વિટી માર્કેટ ઝડપી ગ્રોથ ઓરિએન્ટેડ બની રહ્યું છે ત્યારે વૈશ્વિક રોણકારોની પહેલી પસંદ ભારતીય ઇક્વિટી રહી છે. વિશ્વના મોટાભાગના રોકાણકારો સિંગાપોર એક્સચેન્જના માધ્યમ દ્વારા નિફ્ટીમાં ટ્રેડ કરી રહ્યાં હતા તેનો સીધો ફાયદો શરૂ થયેલા ગિફ્ટ નિફટીને મળશે. સંપૂર્ણ વોલ્યુમ ગિફ્ટ નિફ્ટીમાં ડાયવર્ટ થઇ જશે. અને એનએસઇ વૈશ્વિક સ્તરે મોટા પ્લેટફોમ તરીકે ઉભરશે. અને ડોલરમાં આવકનો ફાયદો થશે.

► 60 બ્રોકરેજીસનું રજીસ્ટ્રેશન
વૈશ્વિક સ્તરે ગિફ્ટ નિફ્ટી આકર્ષણનું કેન્દ્ર બનશે દેશમાંથી ભારતીય રોકાણકારો માટે નિફ્ટી છે પરંતુ વિદેશી રોકાણકારો માટે જે સિંગાપોર એક્સચેન્જ માધ્યમ દ્વારા એસજીએક્સ નિફ્ટીમાં ટ્રેડ કરતા હતા તે હવે સિંગાપોરના બદલે ભારતીય ગિફ્ટ સીટીમાં શરૂ થયેલા ગિફ્ટ નિફ્ટીમાં શિફ્ટ થશે. આ પ્લેટફોર્મ માટે અત્યાર સુધી 60 બ્રોકરેજીસનું રજીસ્ટ્રેશન થયું છે અને બીજા 40 પાઇપલાઇનમાં છે. આગામી છ મહિનામાં આંકડો 125-150 સુધી પહોંચશે અને નોંધપાત્ર ઊંચુ વોલ્યૂમ નોંધાશે તેવું જણાવ્યું છે.

► SGX નિફ્ટીનું શું થશે ?  

gift nifty trading explain

SGX નિફ્ટી પર ટ્રેડિંગ બંધ થઈ ગયું છે અને તેને અંતે સિંગાપોર એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે.

► ગિફ્ટ નિફ્ટીનો સમય ?

ગિફ્ટ નિફ્ટીમાં સરેરાશ 21 કલાક માટે ટ્રેડિંગ થશે. એટલે કે બે સેશનમાં ટ્રેડિંગ થશે. પ્રથમ સત્રમાં સવારે 06:30 વાગ્યે ખૂલશે અને 3:40 સુધી ખુલ્લું રહેશે જ્યારે બીજા સત્રમાં સાંજે 4:35 થી સવારે 2:45 સુધી ખુલ્લું રહેશે.

► ગિફ્ટ નિફ્ટીના ડેટા આ રીતે ચેક કરો

NSE IX વેબસાઇટ (https://www.nseix.com) દ્વારા ગિફ્ટ નિફ્ટી ડેટા ચેક કરી શકાય છે.

► ગિફ્ટ નિફ્ટીના ફાયદા

​​ભારત વૈશ્વિક ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. ગિફ્ટ સિટી SEZ, ટ્રેડિંગ પર ઘણી રાહતો ઉપલબ્ધ કરાવશે. STT, CTT, DDT, કેપિટલ ગેઈન ટેક્સમાંથી રાહત મળશે, માત્ર વિદેશી અને બિનનિવાસી લોકો જ ટ્રેડ કરી શકશે. ઘણા ભારતીય બ્રોકર્સ, બેંક-વીમા કંપનીઓએ ઓફિસ ખોલી પ્રોફિટ મેળવી શકશે. વિદેશી બજાર જેવી સગવડો અને સવલતો પૂરી પાડવી ગિફ્ટમાં ટ્રેડ થશે તેમાં 75% પ્રોફિટ NSEનો 25% સિંગાપોરનો રહેશે. વૈશ્વિક સ્તરે નિફ્ટીમાં સિંગાપોર એક્સચેન્જ દ્વારા વિદેશી રોકાણકારો ટ્રેડ કરતા હતા તેનો ફાયદો અત્યાર સુધી સિંગાપોર એક્સચેન્જને મળતો હતો પરંતુ ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ગિફ્ટ નિફ્ટીમાં સિંગાપોરમાં થતા ટ્રેડ શિફ્ટ થઇ જશે. સરેરાશ રેવન્યુમાં 60 ટકાનો વધારો થશે.

આ પણ વાંચો : શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો, સેન્‍સેક્‍સ 65000 અને નીફટી 19300ને પાર...

► ગિફ્ટ નિફ્ટી અંગેની માહિતી

1. ગિફ્ટ નિફ્ટીમાં 4 પ્રોડક્ટ્સ હશે. જેમાં ગિફ્ટ નિફ્ટી-50, ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી આઇટી હશે.

2. ગિફ્ટ સિટી ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. 2015માં આરબીઆઇ દ્વારા FEMA પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. SGX નિફ્ટી ટાઈ-અપ દ્વારા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં શિફ્ટ થવાથી ઘણું બધું બદલાઈ રહ્યું છે. હવે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય એક્સચેન્જોની આવકમાં વધારો થશે.

3. એસજીએક્સ મુજબ, SGX નિફ્ટીમાં તમામ ઓપન પોઝિશન લિક્વિડિટી હેઠળ NSE IFSC નિફ્ટીમાં શિફ્ટ કરવામાં આવી છે. કરાર હેઠળ SGX અને નિફ્ટી તમામ ખર્ચ અને આવક 50-50 શેર કરશે. ગિફ્ટ સિટીમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ થશે અને એસજીએક્સ ક્લિયરિંગનું સંચાલન કરશે.

► વિશ્વમાં ભારત ચોથું મોટું શેરબજાર
​​​​​​વૈશ્વિક શેરબજારમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારત ચોથું મોટું શેરબજાર બન્યું હતું. ભારતનું માર્કેટ કેપ રૂ. 298 લાખ કરોડે પહોંચ્યું છે. હાલ આ આંકડો ડૉલરમાં તો 3.6 અબજ ડૉલર થવા જાય છે. આ સાથે જ ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન વિશ્વમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. વિશ્વના બધા દેશોનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન હાલ 108 ટ્રિલિયન ડોલર છે, જે 2023માં 93.6 ટ્રિલિયન ડોલર હતું. આમ વૈશ્વિક સ્તરે ભારતનો હિસ્સો માત્ર 3.8 % જ ગણાય.

વિશ્વના ટોચના દેશો

દેશ માર્કેટકેપ ($માં)
અમેરિકા 44.71 ટ્રિલિયન
ચીન 19.3 ટ્રિલિયન
જાપાન 6.7 ટ્રિલિયન
ભારત 3.6 ટ્રિલિયન
બ્રિટન 3.1 ટ્રિલિયન

► સેન્સેક્સ અને નિફટી નવી ઉચ્ચાઈ પર

સેન્સેક્સે 65000 પોઇન્ટની નવી ઊંચાઈ હાંસલ કરી છે. નિફ્ટી પણ નવી ઊંચાઇએ બંધ રહી છે. સેન્સેક્સ 486.49 પોઈન્ટ ઉછળીને 65205.05ની સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. તો નિફટી પણ 19300ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો છે. અને સતત નવી ટોચ સાથે ઈતિહાસ બનાવી રહ્યો છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - business news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us