• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • પ્રોફેસરે ક્લાસમાં 11 છોકરીઓને શર્ટ ઉતારવા કહ્યું, અને પછી પ્રોફેસરે કહ્યું....

પ્રોફેસરે ક્લાસમાં 11 છોકરીઓને શર્ટ ઉતારવા કહ્યું, અને પછી પ્રોફેસરે કહ્યું....

09:27 AM July 04, 2023 admin Share on WhatsApp



વિશ્વમાં શિક્ષકનો દરજ્જો સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પોતાની મર્યાદા ભૂલીને અશ્લિલ હરકતો કરે ત્યારે આ દરજ્જાથી નિચે ઉતરી જાય છે. આવો જ એક શિક્ષક યુએસની નામાંકિત યુનિવર્સીટીમાં અશ્લિલ હરકત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુ.એસ.માં એક કોલેજના પ્રોફેસરે મહિલા વિદ્યાર્થીઓને તેમના શર્ટ ઉતારવા માટે કહેવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની નાગરિક અધિકાર કચેરી દ્વારા તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ ત્રણ મહિના સુધી ચાલી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે પ્રોફેસરે ક્લાસમાં લગભગ 11 વિદ્યાર્થિનીઓને શર્ટ કાઢીને સ્પોર્ટ્સ બ્રા પહેરવાનું કહ્યું, જેના કારણે ત્યાં ખૂબ જ ખરાબ વાતાવરણ સર્જાયું હતું. આટલું જ નહીં તેણે યુવતીઓના બ્રેસ્ટ વિશે પણ ખોટી કોમેન્ટ્સ કરી હતી. આ દરમિયાન પ્રોફેસર વિદ્યાર્થિનીઓને કહેતા રહ્યા કે આ મેડિકલ એસેસમેન્ટ સંબંધિત કસરત છે. 

sexual harassment professor

અહેવાલો અનુસાર, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓ શિષ્ટાચારથી લેબ જેકેટ પહેર્યું હતું, ત્યારે પ્રોફેસરે તેમને આમ કરવાથી રોકી હતી. આ ઘટના તાકોમા/સિલ્વર સ્પ્રિંગ કેમ્પસ (Takoma Park/Silver Spring Campus)માં બની હતી. આ અંગે ઓક્ટોબર, 2019માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપી પ્રોફેસરને તાત્કાલિક રજા પર મોકલી દેવામાં આવ્યો હતો અને બાદમાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તો સમગ્ર મામલે મોન્ટગોમરી કોલેજ(Montgomery College )ના પ્રવક્તાએ OCRની સંપૂર્ણ તપાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગેના અંતિમ અહેવાલમાં સમાવિષ્ટ દરખાસ્તોને સમર્થન આપ્યું હતું, જે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું.

Montgomery College professor sexual harassment

► 'વિદ્યાર્થિની ઉત્પીડનના કારણે થઈ નાપાસ'

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાં સામેલ એક વિદ્યાર્થિની કોર્સમાં નાપાસ થઈ હતી. એવું માનવામાં આવે છે કે હેરાનગતિના કારણે તેનુ પરિણામ આવું આવ્યું છે. ત્યારપછી, કોલેજે તેણીને ફરીથી પ્રવેશ કરાવવામાં મદદ કરી અને વર્ગમાં પુનઃ પ્રવેશનો ખર્ચ પણ કવર કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થિનીને કોલેજ દ્વારા ટ્યુશન પણ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં આખરે પ્રોફેસરને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ કેટલાક પ્રશ્નો બાકી છે. આથી કોલેજે આ બાબતનો ખુલાસો કર્યો ન હતો કે આ મામલો પોલીસને મોકલવામાં આવ્યો હતો કે કેમ. આ ઉપરાંત પ્રોફેસરનું નામ કેમ જાહેર કરવામાં આવ્યું નથી? તે કયા વિભાગમાં ભણાવતો હતો તે પણ જણાવવામાં આવ્યું ન હતું.

આવી ઘટની દુનિયાના કોઈપણ ખુણે બને તે શિક્ષણ જગતને અશોભનિય ઘટના છે. આવી ઘટનાઓ શિક્ષણની છબી ખરડી રહ્યા છે. ત્યારે આવા હવસભર્યા શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય તે હિતાવહ છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - દેશ વિદેશના સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us