• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"

અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"

09:34 PM July 02, 2025 Gujju News Channel Share on WhatsApp

આ પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે. જે ગુપ્ત રીતે મળે છે. તેઓ બધું ગુપ્ત રીતે કરે છે. પણ લોકોને જાણ ન થાય એટલે બહાર અલગ અલગ હોવાનો અથવા ઓળખતા ન હોવાનો ડોળ કરે છે



Arvind Kejriwal : અમદાવાદમાં એક સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની રાજનીતિ અંગે ખુબ જ મોટી ટિપ્પણી કરી હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું હોવાનાં કારણે જનતાને વેઠવાનો વારો આવે તેવા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. કેજરીવાલે જણાવ્યું કે, કોંગ્રેસ-ભાજપના ખિસ્સામાં છે. બંનેના નેતાઓએ કંપનીઓ ખોલી છે અને કમાણી કરે છે.


► આ પણ વાંચો : Ahmedabad Richest People : અમદાવાદના સૌથી અમીર 5 વ્યક્તિ, જાણો કોણ છે ટોચ પર


► કેજરીવાલે અમદાવાદમાં અભિયાન શરૂ કર્યું


AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે (2 જુલાઈ) અમદાવાદમાં સભ્યપદ અભિયાન શરૂ કર્યું છે. એક સભાને સંબોધતા તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસની પણ ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રેમી-પ્રેમિકાનો હોય તેવા સંબંધો છે. બંન્ને ઝગડો કરે છે પરંતુ તે મીઠો ઝગડો હોય છે અને સાંજ પડ્યે બંન્ને એક થઇ જ જાય છે.


► "ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કંપનીઓ ખોલી છે"


અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા દાવો કર્યો કે, ભાજપે 30 વર્ષ સુધી ગુજરાત પર કેવી રીતે શાસન કર્યું, કારણ કે કોંગ્રેસ પહેલાથી જ ભાજપનાં ખિસ્સામાં હતી. ગુજરાતમાં વિપક્ષ જેવી કોઇ વસ્તું જ નહોતી. ભાજપને ઘમંડ થયો કે ગુજરાતના લોકો ક્યાં જશે, તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અને 30 વર્ષ સુધી એક પક્ષની જ ગુલામી કરવા માટે ગુજરાતીઓને મજબુર કર્યા. ગુજરાતના લોકોએ મતદાન કરવું પડશે. જો તમે 30 વર્ષની ગુલામીથી કંટાળી ગયા હો તો આમ આદમી પાર્ટી તમારા માટે તમારી સાથે જ છે. ગુજરાતમાં કોઇ પણ કામ હોય તો ભાજપ કોંગ્રેસ વચ્ચે 70-30 નો ભાગ હોય છે. બંન્ને પક્ષનાં નેતાઓએ સાથે મળી કંપનીઓ ખોલી છે.


► "બંને ગુપ્ત રીતે મળેલા છે"


આપના રાષ્ટ્રીય સંયોજકે અરવિંદ કેજરીવાલે બંન્ને પક્ષોની ઝાટકણી કાઢતા કહ્યું કે, કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે. તે ફક્ત આમ આદમી પાર્ટી છે. જે દેશની સેવા કરે છે. જે ગુજરાતની જનતાની સેવા કરે છે. મેં કોઈને પૂછ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના આ સંબંધને શું કહેવાય? શું આ ભાઈ-બહેનનો સંબંધ છે કે પતિ-પત્નીનો સંબંધ. ન તો આ ભાઈ-બહેનનો સંબંધ છે કે ન તો પતિ-પત્નીનો સંબંધ છે. આ પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે. જે ગુપ્ત રીતે મળે છે. તેઓ બધું ગુપ્ત રીતે કરે છે. પણ લોકોને જાણ ન થાય એટલે બહાર અલગ અલગ હોવાનો અથવા ઓળખતા ન હોવાનો ડોળ કરે છે. "


► આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનવા જઇ રહી છે


કેજરીવાલે કહ્યું કે, જનતા હવે પરિવર્તન ઇચ્છે છે. હવે જનતા પાસે એક વિકલ્પ છે. 30 વર્ષથી જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો. હવે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. આ વિસાવદર પેટાચૂંટણી સેમી-ફાઇનલ હતી, તે 2027ની દસ્તક હતી. આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનશે. જનતા શાસન કરશે અને નેતાઓનું શાસન સમાપ્ત થશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Arvind Kejriwal in Ahmedabad 


 



"कांग्रेस और बीजेपी प्रेमी-प्रेमिका हैं... इनसे बचकर रहना ये बहुत खतरनाक हैं..."
pic.twitter.com/dSviXSLfOc

— Devender Yadav (देव) (@DevenderYadav_) July 2, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us