• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • આજનો દિવસ કોંગ્રેસ માટે "ભારે", પહેલા શક્તિસિંહનું રાજીનામું હવે પ્રવક્તા 6 વર્ષ માટે સસ્પેન્ડ

આજનો દિવસ કોંગ્રેસ માટે "ભારે", પહેલા શક્તિસિંહનું રાજીનામું હવે પ્રવક્તા 6 વર્ષ માટે સસ્પેન્ડ

09:22 PM June 23, 2025 Gujju News Channel Share on WhatsApp

Amit Nayak Suspended : પેટાચૂંટણીમાં કારમી હારને લઈ હજી શક્તિસિંહ ગોહિલે રાજીનામાંની જાહેરાત કરી અને આ તરફ કોંગ્રેસના પ્રવક્તાને પક્ષ વિરોધી પ્રવૃતિને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના બાદ સસ્પેન્ડ કરાયા



Shaktisinh Gohel Resign And Amit Nayak Suspended : ગુજરાત કોંગ્રેસને એકબાદ એક ફટકા પડી રહ્યા છે. વાસ્તવમાં આજે ગુજરાતમાં યોજાયેલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ તરફ હવે આ હારની જવાબદારી સ્વીકારી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો કહી શકાય છે. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


► કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયક પક્ષમાંથી સસ્પેન્ડ


Congress Spoke Person Amit Nayak Suspended


ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાંના સમાચારની વચ્ચે વધુ એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાને આધારે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયામાં આતંરિક બાબતો અંગે નકારાત્મક પોસ્ટ કરી હોવાની કોગ્રેસે નોંધ્યું અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાના પુરાવા રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપાયા હતા. જે બાદમાં હવે રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના બાદ 6 વર્ષ માટે અમિત નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


Gujarat Congress Head Shaktisinh Gohel Resign - From Lost of two by election visavadar and kadi


► શક્તિસિંહ ગોહિલનું રાજીનામું


ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ પેટાચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યા છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પણ રેસના ઘોડા અને લગ્નના ઘોડા અંગે નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ સાથે હજી ગઇકાલે જ જિલ્લા અને શહેર પ્રમુખોના નવા નામ જાહેર કર્યા બાદ હવે ખુદ પ્રદેશ પ્રમુખે જ રાજીનામું ધરી દીધું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Shaktisinh Gohel Resign And Amit Nayak Suspended : ગુજરાત કોંગ્રેસને ફટકો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us