
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારનાં વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આવો જ એક વધારે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, પહેલા કંઇક પડતું દેખાય છે. ત્યાર બાદ ભયાનક આગ લાગી જાય છે. આ આગ બાદ લોકો પુછતા સાંભળી શકાય છે કે શું થયું? ત્યારે કોઇ કહેતા સંભલાય છે કે પ્લેન પડ્યું છે.
Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જઇ રહેલા એર ઇન્ડિયાનાં AI 171 પ્લેન ઉડ્યાની મિનિટોમાં ક્રેશ થઇ ગયું હતું. બોઇંગ કંપનીનું આ 787 ડ્રિમ લાઇનર જહાજ ક્રેશ થવાનાં કારણે અત્યાર સુધીમાં મુસાફરો સહિત ટોટલ 280 લોકોનાં મોત નિપજ્યાં છે. મેક્સ લોડ પર રહેલા પ્લેનનાં કારણે એટલો ભયાનક વિસ્ફોટ અને હીટ પેદા થઇ હતી કે આસપાસનાં લોકો ઉપરાંત પશુ પક્ષીઓ પણ મોતને ભેટ્યા હતા. અમદાવાદમાં 37 વર્ષ બાદ થયેલી પ્લેન ક્રેશની ઘટનાને કારણે ભયાનક કરૂણાંતિકા સર્જાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અનેક પ્રકારનાં વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આવો જ એક વધારે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, પહેલા કંઇક પડતું દેખાય છે. ત્યાર બાદ ભયાનક આગ લાગી જાય છે. આ આગ બાદ લોકો પુછતા સાંભળી શકાય છે કે શું થયું? ત્યારે કોઇ કહેતા સંભલાય છે કે પ્લેન પડ્યું છે. જો કે આ વીડિયો અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો છે કે કેમ તે અંગે gujjunewschannel કોઇ પૃષ્ટિ કરતું નથી પરંતુ હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં લાગેલી આગ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, આગ કેટલી ભયાનક હશે. આ વીડિયોનાં આધારે જોઇ શકાય છે કે, કંઇ રીતે લોકો ભયાનક રીતે સળગી ગયા હશે. જે પ્રકારે વિકરાળ આગ સમગ્ર વિસ્તારમાં ફેલાય જાય છે તે અનેક નહી મળેલા સવાલોનાં જવાબ આ વીડિયો પરથી જ મળી જાય છે.
જો કે રાહત અને બચાવ કામગીરીમાં એક વ્યક્તિને છોડીને કાંઇ પણ સાબુત બચ્યુ નહોતું. વિમાનનાં મુસાફરો તો એટલા ગંભીર રીતે સળગી ગયા હતા કે, તેઓની ઓળક કરવી પણ મુશ્કેલ હતી. જેનાં કારણે ડીએનએ સેમ્પલિંગના આધારે મૃતદેહો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી હવે અંતિમ પડાવમાં પહોંચી હોવાનાં કારણે તંત્ર દ્વારા મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel Plane Crash in Ahmedabad News - Ahmedabad plane crash NEW VIDEO
मेरा केवल एक सवाल: ऐसे में विश्वास कुमार कैसे बच गया।
— Bhikkhu Asanga Vajra (@bhikkhuasanga) June 14, 2025
कृपया अपनी राय जरूर दें 🤔🤔🤔 pic.twitter.com/RCH6gzJ0Sb