• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • RCBની જીતની ઉજવણીમાં નાસભાગ, 11નાં મોત-33 લોકો ઘાયલ ; કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ બેદરકારી સ્વીકારી!

RCBની જીતની ઉજવણીમાં નાસભાગ, 11નાં મોત-33 લોકો ઘાયલ ; કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ બેદરકારી સ્વીકારી!

08:50 PM June 04, 2025 Gujju News Channel Share on WhatsApp

IPL 2025 Winner, RCB Victory Parade : આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ છે. હજારો લોકો RCB ના વિજયની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ જવા માટે એકઠા થયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી



બુધવારે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિક્ટ્રી પરેડ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, નાસભાગ દરમિયાન 11 લોકો માર્યા ગયા હતા. 33 લોકો ઘાયલ થયા હતા, જે ખતરાથી બહાર છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું, "જ્યારે RCB ટીમ વિધાનસભા પહોંચી ત્યારે વિધાનસભાની બહાર એક લાખ લોકો એકઠા થયા હતા. વિધાનસભામાં ઉજવણી ચાલી રહી હતી, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ. સ્ટેડિયમની બહાર 3 લાખ લોકો એકઠા થયા હતા. અમને આટલી ભીડની અપેક્ષા નહોતી. કોઈએ આની અપેક્ષા નહોતી રાખી. અમે આ માટે તૈયાર નહોતા. દુર્ઘટનાએ જીતની ખુશીને માતમમાં બદલી નાખી."


►ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કેવી રીતે ભાગદોડ મચી?


અહેવાલો અનુસાર, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCB ની વિજય પરેડમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ. વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં. ખેલાડીઓ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે વિધાનસભા પહોંચ્યા છે અને આ પછી ખેલાડીઓની ટીમ બસ ચિન્નાસ્વામી સ્ટેડિયમ જશે. અહીં મોટી વાત એ છે કે સમગ્ર રૂટ પર હજારો લોકો છે, જેના કારણે તેમને સંભાળવું મુશ્કેલ બની ગયું છે.


►કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દુઃખ વ્યક્ત કર્યું


કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ટ્વિટ કર્યું કે, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ટીમના વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત અને અન્ય ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર સાંભળીને અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ ત્રાસદીનું દર્દ ખૂબ જ દુઃખદ


► PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો


PM મોદીએ બેંગલુરુમાં થયેલી નાસભાગ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું.

છે.


► કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શું કહ્યું


કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું હજુ સુધી મૃતકો અથવા ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી શકતો નથી. હું સ્થળ પર જઇ રહ્યો છું. તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉત્સાહી ચાહકો હાજર હતા અને અમે સુરક્ષા માટે 5000 થી વધુ સ્ટાફ તૈનાત કર્યો હતો. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


►BCCI આપી શકે છે વળતર


BCCI સચિલ દેવજીત સૈકિયાએ કહ્યું કે IPL ટીમે પ્રોટોકોલનું પાલન કરવું પડશે. દુર્ધટનાનો ભોગ બનેલા લોકો માટે સહાય આપવા વિચાર કરી શકાય છે.


આઈપીએલ 2025 જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ બુધવારે બેંગ્લોર પહોંચી હતી. આ દરમિયાન હજારો ચાહકોએ એરપોર્ટની બહાર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ટીમ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે વિધાન સૌધ (વિધાનસભા) જવા રવાના થઈ હતી ત્યારે રસ્તાની બંને બાજુ ઉભેલા ચાહકો ટીમ માટે નારા લગાવી રહ્યા હતા અને જયઘોષ કરી રહ્યા હતા. RCB એ મંગળવારે પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18 વર્ષમાં પ્રથમ વખત IPL ટાઇટલ જીત્યું હતું.


 




बेंगलुरू में बड़ा हादसा। स्टेडियम में भगदड़। कई की मौत। अनेक घायल। आरसीबी की विक्ट्री परेड होनी थी चिन्ना स्वामी स्टेडियम में। दो लाख के बजाय छह लाख पहुंच गए थे लोग। टीम की एक झलक पाने के लिए बेताब थे लोग।#RCBvPBKS #BreakingNews #RCB #Bangalore #IPL2025 #Stampede #BreakingNews… pic.twitter.com/eTLmtjSFkz

— SANJAY TRIPATHI (@sanjayjourno) June 4, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us