
Gujarat Rain Alert: ભર ઉનાળે ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાશે: આજથી ૮ મે સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટી, કરા અને ભારે વરસાદની આગાહી, યેલો અલર્ટ જારી.
Gujarat Weather Alert: ગુજરાતમાં આકરા ઉનાળાના તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહત અને ચિંતા બને તેવા સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી (૩ મે, ૨૦૨૫) લઈને આગામી ૮ મે, ૨૦૨૫ સુધી એટલે કે છ દિવસ સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કમોસમી વરસાદ (માવઠાં) ની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને કરા પડવાની પણ શક્યતા છે, જેને લઈને યેલો અલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડશે.
► 6 મેના રોજ ક્યાંં પડી શકે વરસાદ ?
૬ મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા સ્થળો ઉપર કરા પડવાની આગાહી છે. સાથે જ ગાજવીજ સાથે છુટા છવાયા સ્થળો પર મધ્યમ વરસાદની પણ આગાહી છે.
► 7 મેના રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી?
૭ મેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત સહિત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે.
► 8 મેના રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી?
૮ મેના રોજ પણ ભારે વરસાદની આગાહી યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Forecast For May Month - Rain Forecast For Gujarat - Paresh Goswami Agahi - havaman Agahi