
અમુલ દુધના પાઉચના ભાવમાં રૂપિયા એક સુધીનો વધારો થયો છે. ત્યારે આવો જોઈએ અમુલ તાજા , અમુલ ગોલ્ડ સહિતના પાઉચના નવા ભાવ...
Amul Milk Price Hike : અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધનો ભાવવધારો આજે રાત્રે 12 વાગ્યા પછી અમલમાં આવશે. સાબરકાંઠા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ દૂધ ઉત્પાદનોમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્યમા એક લિટર દૂધમાં રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે.
સાબરડેરી મુજબ, અમૂલ ગોલ્ડ 500 mlનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો છે. અમૂલ શક્તિ હવે રૂ.30ને બદલે રૂ.31માં મળશે. બંને પ્રકારનાં દૂધ 500 એમએલના પાઉચમાં વેચાય છે. અન્ય દૂધની વાત કરીએ તો 1 લિટર અમૂલ ટી-સ્પેશિયલમાં બે રૂપિયાના વધારાથી પાઉચ હવે રૂ.63માં મળશે. અમૂલ તાજા રૂ.28માં ઉપલબ્ધ મળશે. ભેંસના દૂધના ભાવમાં પણ રૂ.1નો વધારો કરાયો છે. 500 એમએલનું પાઉચ હવે રૂ.36ને બદલે રૂ.37માં મળશે. જ્યારે એક લિટરમાં 2 રૂપિયાનો વધારો થયો છે.
ઉનાળાની સીઝન અને અન્ય કારણોને લીધે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. સાબર ડેરી પ્રેરિત અમૂલ પાર્લર પર દૂધનાં વિવિધ ઉત્પાદનોમાં સૌથી વધુ માગ દૂધની છે.
અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં 24 જાન્યુઆરીના ઘટાડો કરાયો હતો. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી (24 જાન્યુઆરીથી) જ લાગુ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે 4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Amul Milk Price Hike : Amul taza gold And Cow new Price