• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલીશન, 40 JCB-30 ડમ્પર સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલીશન, 40 JCB-30 ડમ્પર સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત

11:10 AM April 29, 2025 Gujju News Channel Share on WhatsApp

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો.



Ahmedabad Latest News : અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે. આ મામલે આજે 11 વાગ્યે સુનાવણીની શક્યતા છે.

Ahmedabad Latest News - Chandola Talav Demolation - GUJARAT LATEST NEWS -


► ચંડોળા તળાવ પાસે 143 બાંગ્લાદેશીની ઓળખ થઈ હતી


ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 800થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. પહેલગામ આતંકી હુમલાને લઈ હાલમાં ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવાની કામગીરીમાં લાગેલી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં અંદાજે 800 થી વધુ શંકાસ્પદ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.

Ahmedabad Latest News - Chandola Talav Demolation - GUJARAT LATEST NEWS -


► લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું


લલ્લા બિહારીના ફાર્મ હાઉસનો દરવાજો હોવાથી પોલીસ દરવાજો તોડીને ફાર્મ હાઉસમાં ઘૂસી હતી. ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં AMCની ટીમ દ્વારા હથોડાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.

Ahmedabad Latest News - Chandola Talav Demolation - GUJARAT LATEST NEWS -


► જેસીબી અને ડમ્પર તૈનાત, અનેક પોલીસકર્મીઓ હાજર


40 JCB અને AMC ના 30 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મેગા ડિમોલીશન પર 10થી વધુ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. હવે આ બાંધકામોને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવા મળી રહ્યો છે.


► ડ્રોન વડે ચાંપતી નજર


28 એપ્રિલની રાત્રે AMC ના અધિકારીઓ તેમજ શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે જ ત્યાં પહોંચી જવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRPની સહિતની ટીમો તૈનાત કરી છે. હાલમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Latest News - Chandola Talav Demolation - GUJARAT LATEST NEWS



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us