• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ફ્રાંસ પાસેથી ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ :પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે રૂ.63,000 કરોડની ડીલ પર કરી સહી

ફ્રાંસ પાસેથી ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ :પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે રૂ.63,000 કરોડની ડીલ પર કરી સહી

04:04 PM April 28, 2025 Gujju News Channel Share on WhatsApp

ભારતની ફ્રાન્સ સાથે રૂ.63 હજાર કરોડની ડીલ છે. જે અત્યારસુધીનો સૌથી મોટી ડિફેન્સ ડીલ છે. જેમાં ભારતને 2029-31 સુધીમાં 26 રાફેલ મરીન એરક્રાફટ મળશે



Rafale Deal Between India And France Today : ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે. આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, ફ્રાન્સ સાથે 63,000 કરોડ રૂપિયામાં આ ડીલ થઈ છે. શસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની આ અત્યારસુધીની સૌથી મોટી ડીલ છે. 23 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.

rafale-deal-between-india-and-france-today


► રાફેલ મરીન્સ INS વિક્રાંત પર તહેનાત રહેશે


ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. એમાં એન્ટી-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે. અહેવાલો અનુસાર, આ વિમાનોની ડિલિવરી 2028-29માં શરૂ થશે અને બધાં વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે.


► ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ખરીદ્યાં છે


રાફેલ મરીન પહેલાં ભારતે ફ્રાન્સ પાસેથી વાયુસેના માટે 36 રાફેલ જેટ પણ ખરીદ્યાં છે. 2016માં થયેલી આ ડીલનાં તમામ વિમાનો 2022માં ભારત પહોંચ્યાં હતાં. આ વિમાનો વાયુસેનાના અંબાલા અને હાશિનારા એરબેઝ પરથી સંચાલિત થાય છે. આ સોદો 58,000 કરોડ રૂપિયામાં થયો હતો. રાફેલ મરીન વિમાનની વિશેષતાઓ વાયુસેનાનાં રાફેલ વિમાન કરતાં વધુ અદ્યતન છે.


⇒ રાફેલ-એમ કેટલું શક્તિશાળી છે, નૌકાદળ માટે એ શા માટે જરૂરી છે?


► રાફેલ-એમની ડિઝાઇન કેવી છે?


રાફેલ-એમ (મરીન)નો ઉપયોગ નૌકાદળના વિમાનવાહક જહાજમાં કરવામાં આવશે. 50.1 ફૂટ લાંબા રાફેલ-એમનું વજન 15 હજાર કિલો સુધી છે. એની ફ્યૂઅલ કેપિસિટી પણ 11,202 કિલો છે, જેથી એ લાંબા સમય સુધી ઉડાન ભરી શકે છે. આ સિંગલ અને ડબલ સીટર એરક્રાફ્ટ 52 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ વિમાનની ફોલ્ડિંગ વિંગ્સ પણ ખૂબ જ મજબૂત છે. ઝડપ 2205 કિમી પ્રતિ કલાક છે.


► રાફેલ-એમ વિશે શું ખાસ છે?


રાફેલ-એમ માત્ર એક મિનિટમાં 18 હજાર મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એ પાકિસ્તાનના F-16 અને ચીનના J-20 કરતાં સારું છે. એ ઉડાન ભર્યા પછી 3700 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે. એમાં 30 મિમી ઓટો કેનન ગન અને 14 હાઇ પોઈન્ટ છે. એ ખૂબ જ નાની જગ્યામાં પણ 'લેન્ડ' કરી શકે છે.


► એ કયા પ્રકારની મિસાઇલોથી સજ્જ હશે?


રાફેલ-એમ શક્તિશાળી એન્ટી-શિપ મિસાઇલોથી સજ્જ થઈ શકે છે, જે હવાથી હવા અને હવાથી જમીન બંને પ્રકારનાં લક્ષ્યોને ટાર્ગેટ કરવામાં સક્ષમ છે. આ વિમાન સબમરીનને શોધવા અને ધ્વસ્ત કરવા માટે ખાસ રડારથી સજ્જ છે. રાફેલ-એમની ખાસ વાત એ છે કે એમાં હવામાં પણ રિફ્યુઅલિંગ કરી શકાય છે. આનાથી તેની રેન્જ વધુ વધશે. એની પહેલી બેચ 3 વર્ષ પછી મળવાની શરૂ થશે.


► રાફેલ એમ નૌકાદળને કેવી રીતે મજબૂત બનાવશે?


નૌકાદળ પાસે બે વિમાનવાહક જહાજ- INS વિક્રમાદિત્ય અને વિક્રાંત છે. હાલમાં આના પર જૂના મિગ 29K ફાઇટર જેટ તહેનાત છે. આવી સ્થિતિમાં જો આધુનિક રાફેલ-એમ તહેનાત કરવામાં આવે તો સમુદ્રમાં ભારતની તાકાત વધુ વધશે. રાફેલ-એમ ફાઇટર જેટ આકાશ, જમીન અને પાણીમાં નૌકાદળની પકડને વધુ મજબૂત બનાવશે.


► ભારત રાફેલ મરીન કેમ ખરીદી રહ્યું છે?


• હાલમાં ભારતીય વાયુસેના પાસે મિગ-29 વિમાન છે. આ વિમાનો INS વિક્રમાદિત્ય પર તહેનાત છે. હાલના ભૂતકાળમાં જાળવણીની માગમાં વધારો અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે ભારત રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદી રહ્યું છે.

• નૌકાદળે 2022માં કહ્યું હતું કે વિક્રાંતને મિગ-29ને બદલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, પરંતુ એને બદલવા માટે વધુ સારા ડેક-આધારિત ફાઇટર પ્લેનની શોધમાં હતું.

•  રાફેલ મરીનની અદ્યતન રડાર ટેક્નોલોજી, વધુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા, વધુ સારા સેન્સર એને મિગ-29 વિમાન કરતાં વધુ સારાં બનાવે છે.

•  ભારતીય વાયુસેના પાસે પહેલાંથી જ રાફેલ વિમાન છે. આવી સ્થિતિમાં તેનાં સાધનો અને જાળવણી માટે ટ્રેનિંગ આપવામાં બહુ સમસ્યા નહીં આવે.

•  ભારતીય નૌકાદળે તેની ક્ષમતા વધારવા માટે 57 ફાઇટર જેટ ખરીદવાની યોજના બનાવી હતી. આ માટે ગોવામાં ફ્રાન્સના રાફેલ મરીન અને અમેરિકાના બોઇંગ-18ની ટ્રાયલ પણ કરવામાં આવી હતી. 2022માં ભારતે અમેરિકા અને ફ્રાન્સને તેમના પ્રસ્તાવ માટે સમયમર્યાદા લંબાવવા કહ્યું હતું. ફક્ત ફ્રાન્સ જ આ માટે સંમત થયું, ત્યાર બાદ ભારત પાસે રાફેલ મરીન ખરીદવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો.

•  આ ડીલ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની એક પહેલ પણ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us