• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Amreli: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, એક વ્યક્તિનું મોત

Amreli: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, એક વ્યક્તિનું મોત

10:09 PM April 22, 2025 Gujju News Channel Share on WhatsApp

Amreli Plane Crash: અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી છે. માહિતી પ્રમાણે, પ્લેન ક્રેશ અમરેલીના ગિરિયા રૉડ પર થયુ છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે



અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાક વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે, જ્યાં ખાનગી કંપનીના પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અમદાવાદના તાલીમી પાઇલટનું મોત થયું છે. ત્યારબાદ પ્લેન ક્રેશ થયા બાદ બે બ્લાસ્ટ થતાં દોડધામ થતાં 3ને ઈજા થઈ હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યુટનું પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસતંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું.


► એરક્રાફ્ટે ચારવાર ટેકઓફ અને લેંડિંગ કર્યું 


એરક્રાફ્ટે ચારવાર ટેકઓફ અને લેંડિંગ કર્યું ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે અનિકેત મહાજન, જે પોતે પોતાની તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેકઓફ કર્યું. લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર તેનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક તેમને કોલ આવ્યો હતો, સ્થળ પર પહોંચીને ફાયર, પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો. તેને રેસ્ક્યૂ કરવા પ્રયત્નો કર્યા. હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે. પ્લેનમાં ટ્રેઈની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાડતો હતો.


► અકસ્માત એક વાછરડી માટે જીવલેણ બન્યો


આગ પર કાબૂ મેળવીને વિસ્તારને કોર્ડન કરાયો ફાયર ઓફિસર એસ. સી. ગઢવીએ જણાવ્યું હતું કે 12:30 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જેને ટેલિફોનિક ફાયરિંગ ઈમર્જન્સી સર્વિસની અંદર કરતાં તાત્કાલિક ધોરણે ત્રણ મિનિટ અને 22 સેકંડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હતો. એપ્રોચ કરતાંની સાથે રેસ્ક્યૂ ટીમ દ્વારા અંદર એક પાઈલટ ફસાયેલો હતો, જેને બહાર કાઢીને 108ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલના તબક્કે કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ  શકે, જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, એવા બ્લેકબોક્સને શોધીને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ કર્યા છે. આ રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં અમને જોવા મળ્યું છે કે અકસ્માત એક વાછરડી માટે જીવલેણ બન્યો હતો.


► પ્રત્યક્ષદર્શીએ પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે શુંં કહ્યું ?


પ્લેન ક્રેશ થતાં જ દોડી ગયેલા પ્રત્યક્ષદર્શી પ્લેન ક્રેશની દુર્ઘટના બની ત્યારે ઘટનાસ્થળે હાજર પ્રાગજી બગડાએ જણાવ્યું હતું કે, હું દુકાને બેઠો હતો, ત્યારે આ ઘટના બની હતી. અચાનક ઉપરથી આવીને પ્લેન સીધું પ્લેન ખાબક્યું, એટલે હું અહીંથી દોડીને ગયો અને અન્ય પંદરેક જણા બીજા દોડીને આવ્યા. એક સાઈડથી જોયું તો એક ભાઈ અંદર હતા. એટલે એક સાઈડનું પાંખડું અમે ફેરવ્યું. ફેરવીને અડધે પહોંચ્યા ત્યાં બ્લાસ્ટ થયો, એટલે અમે ભાગ્યા, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યાર બાદ વાઘેલા સાહેબ આવ્યા. 10 મિનિટ પછી એરપોર્ટવાળા આવ્યા, પછી બીજો બ્લાસ્ટ થયો. પ્લેનમાં આગ લાગતાં બાજુના મકાનમાંથી પાણી લાવીને ડોલોથી પાણી નાખ્યું હતું અને બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ બુઝાય એમ હતું જ નહીં.


► સ્થાનિકોની શુંં રજુઆત છે ?


શહેરી વિસ્તારમાં પ્લેન ઉડાવવા સામે વિરોધ કરનાર અજય અગ્રવાત નામના એક જાગ્રત નાગરિકે જણાવ્યું હતું કે માણેકપરામાં રહું છું અને આ પાઈલટ ટ્રેનિંગના પ્લેન ઊડવા બાબતે મેં તારીખ 17 12 2024ના રોજ કલેક્ટર અને ડીએસપીને અરજી આપી હતી. ત્યાર બાદ કોઈ પ્રત્યુત્તર ન આવતાં 21 2 2025ના રોજ મેં આ અરજી આપેલી હતી. આ ટ્રેઈનિંગના પ્લેન છે, એ શહેરી વિસ્તારની બહાર ઉડાડો અને બીજું કે અત્યારે જે આ દુર્ઘટના બની છે એમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એને પહેલા આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે ઉપર પ્લેન તૂટ્યું અને બીજું ત્યાં શહેરી વિસ્તારો ઉપર પ્લેન તૂટ્યું અને સદભાગ્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું શહેરી વિસ્તારના લોકોનું, એટલું સારું છે અને બીજું કે હવે આ પાઈલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન અમરેલીમાં ના ઊડે એવી અમારી ખાસ રજૂઆત છે, પહેલેથી જ હતી અને અત્યારે એ જ રજૂઆત છે.


► પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત 


પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન આ પ્લેન ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશની તપાસ શરૂ પ્લેન ક્રેશનાં કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Amreli Plan Crash Accident



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us