• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Pope Francis: કોણ હશે પોપ ફ્રાન્સિસનો ઉત્તરાધિકારી ? જાણો સફેદ ધુમાડાથી કેવી રીતે થાય છે પસંદગી

Pope Francis: કોણ હશે પોપ ફ્રાન્સિસનો ઉત્તરાધિકારી ? જાણો સફેદ ધુમાડાથી કેવી રીતે થાય છે પસંદગી

09:38 PM April 21, 2025 Gujju News Channel Share on WhatsApp

જે ઉમેદવારને બે તૃતીયાંશ બહુમતી મળે છે તે પોપ તરીકે ચૂંટાય છે. પોપની પસંદગી કર્યા પછી સફેદ ધુમાડો છોડીને પોપની પસંદગીની જાહેરાત કરવામાં આવે છે.



Pope Francis Death: ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. કેથોલિક સમુદાયના 1.4 અબજ લોકોના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધન સાથે જ તેમના આગામી ઉત્તરાધિકારી વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે પોપની પસંદગી કેવી રીતે થાય છે, તેની પ્રક્રિયા શું છે…


► કોણ હશે નવા પોપ ?


પોપ ફ્રાન્સિસે વેટિકન સિટીમાં 88 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ એવા પ્રથમ લેટિન ધર્મગુરુ હતા, જેઓ પોપ પદ સુધી પહોંચ્યા હતા. તેમના નિધન બાદ હવે આગામી પોપ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ ગઈ છે. નવા પોપની પસંદગી કાર્ડિનલ્સ દ્વારા કરવામાં આવે છે. પરંતુ તેની પ્રક્રિયા ખૂબ ખાસ છે.


► કેવી રીતે થાય છે પોપની પસંદગી ?


પોપની પસંદગી એક ગુપ્ત પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ ભાગ લે છે. પોપના મૃત્યુ અથવા રાજીનામા પછી કાર્ડિનલ્સને વેટિકનના સિસ્ટિન ચેપલમાં બોલાવવામાં આવે છે, જ્યાં તેઓ ગુપ્ત રીતે સંભવિત ઉમેદવારોની લાયકાતની ચર્ચા કરે છે. નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્ડિનલ્સ સિસ્ટિન ચેપલમાં બંધ રહે છે. જેથી કોન્કલેવની ગુપ્તતા જળવાઈ રહે. જે ઉમેદવારને બે તૃતીયાંશ બહુમતી મળે છે તે પોપ તરીકે ચૂંટાય છે. પોપની પસંદગી કર્યા પછી સફેદ ધુમાડો છોડીને પોપની પસંદગીની જાહેરાત કરવામાં આવે છે. જ્યારે જો કોઈને પોપ ચૂંટવા માટે જરૂરી બે તૃતીયાંશ મત ન મળે તો તે મતપત્રોને ચેપલની પાસે એક સ્ટવમાં કેમિકલના મિશ્રણમાં નાખીને બાળી દેવામાં આવે છે જેથી કાળો ધુમાડો ઉત્પન્ન થાય. સફેદ ધુમાડાને પવિત્ર આત્મા અને કાળા ધુમાડાને અપવિત્ર આત્મા માનવામાં આવે છે.


► ક્યારે યોજાશે નવા પોપ પસંદગીની બેઠક ?


267માં પોપની પસંદગી કરવા માટે મે મહિનામાં કાર્ડિનલ્સની એક બેઠક યોજાશે, જેમાં મતદાન દ્વારા નવા પોપની પસંદગી કરવામાં આવશે. કાર્ડિનલ એ પોપ પછી બીજા ક્રમનો રોમન કેથોલિક ચર્ચનો ઉચ્ચ અધિકારી છે. કોલેજ ઓફ કાર્ડિનલ્સના અહેવાલ મુજબ વિશ્વભરમાં 252 કાર્ડિનલ્સ છે. આમાંથી 137 કાર્ડિનલ્સ હાલમાં 80 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેથી તેઓ પોપની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-05-2026
  • Gujju News Channel
  • પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત
    • 11-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us