• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • રાજકોટ મહાનગરપાલિકામાં પરીક્ષા વગર રૂ.25,000 પગાર વાળી નોકરી મેળવો, અહીં વાંચો બધી જ માહિતી

રાજકોટ મહાનગરપાલિકામાં પરીક્ષા વગર રૂ.25,000 પગાર વાળી નોકરી મેળવો, અહીં વાંચો બધી જ માહિતી

10:10 PM April 09, 2025 Gujju News Channel Share on WhatsApp

RMC Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન્ટરવ્યૂ તારીખ અને સમયે, ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.



RMC Recruitment 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા (દબાણ હટાવ વિભાગ)માં એક્સ સર્વિસમેન માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વોકઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન્ટરવ્યૂ તારીખ અને સમયે, ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.


► રાજકોટ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી


સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા (RMC)
પોસ્ટ એક્સ સર્વિસમેન
વિભાગ પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા
જગ્યા 30
વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખ 16-4-2025
ઈન્ટરવ્યૂ સ્થળ નીચે આપેલું છે

► પોસ્ટની વિગતો


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા (દબાણ હટાવ વિભાગ)માં એક્સ સર્વિસમેનની 30 જગ્યાઓ હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.


► લાયકાત


આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો આ જગ્યા માટે નિવૃત્ત લશ્કરી સિવાહી-જવાન (હવાલદાર સુધીની કક્ષા) , (મેડીકલ કેટેગરી શેફ-1 S.H.A.P.E.-1 હોવી જોઈએ.)


► પગાર ધોરણ


રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને 11 માસના કરાર આધારિત જગ્યાઓ હોવાથી પ્રતિ માસ 25000 રૂપિયા ફિક્સ પગાર મળશે.


► વય મર્યાદા


એક્સ સર્વિસમેન ભરતી વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે ઉમેદવારની વય મર્યાદા મહત્તમ 45 વર્ષ રાખવામાં આવી છે.


► વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ


રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ નીચે આપેલા છે

• વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ – 16-4-2025

• સમય- સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી

• સ્થળ – ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ


► નોટિફિકેશન અને અરજી ફોર્મ- RMC-bharti-notification-pdf-2025Download


► ઉમેદવારો માટે ખાસ સૂચન


• ઉમેદવારે વોક ઈન ઈન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.

• માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહીં.

• ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરતી સાથે રાખવાનું રહેશે.

• ઉક્ત 30 જગ્યાઓ ઉપરાંત વધારાની જગ્યાની જરૂરિયાત ઊભી થશે તો તૈયાર કરવા માટે આવેલ પ્રતીક્ષાયાદી પરના મેરિટનાં અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને નિમણૂક આપવા વિચારણા કરવામાં આવશે.

• ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.

• 11 માસ બાદ ઉમેદવાર આપો આપ છૂટા થયેલા ગણાશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us