• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Warren Buffett Tips: શેરબજારમાં કડાકો આવે ત્યારે રોકાણકારોએ શું કરવું ? માર્કેટ ગુરુ વોરેન બુફેટની મૂલ્યવાન 3 વાત ધ્યાનમાં રાખો

Warren Buffett Tips: શેરબજારમાં કડાકો આવે ત્યારે રોકાણકારોએ શું કરવું ? માર્કેટ ગુરુ વોરેન બુફેટની મૂલ્યવાન 3 વાત ધ્યાનમાં રાખો

09:55 PM April 07, 2025 Gujju News Channel Share on WhatsApp

What To Do When Stock Market Crash Warren Buffett Tips: શેરબજારમાં કડાકાથી રોકાણકારોમા ગભરાટનો માહોલ છે. સ્ટોક માર્કેટ ક્રેશ થાય ત્યારે શું કરવુ તેના વિશે મોટાભાગના રોકાણકારો મૂંઝવણમાં હોય છે. આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ દિગ્ગજ માર્કેટ ગુરુ વોરેન બફેટે આપ્યો છે.



Warren Buffett Advice During Stock Market Crash: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાતા રોકાણકારો ચિંતિત છે. મોટાભાગના શેર તૂટ્યા છે, જેના લીધે માર્કેટમાં રોકાણકારોને લાખ કરોડોનું નુકસાન થયું છે. જ્યારે પણ શેરબજાર તૂટે છે ત્યારે રોકાણકારો આવેશમાં આવી શેર વેચી દેતા હોય છે, જે સારી વાત નથી. શેરબજારમાં મોટા કડાકા વખતે સ્ટોકના ભાવ ઘટી રહ્યા હોય શું કરવું અને શું ન કરવું તે વિશે બહુ ઓછા રોકાણકારો જાણે છે. જો તમે પણ મૂંઝવણ અનુભવો છો તમારે દિગ્ગજ માર્કેટ ગુરુ વોરેન બફેટની સલાહ યાદ રાખવી જોઇએ. શેરબજારમાં કડાકો બોલાયો હોય, રોકાણકારો ગભરાયેલા હોય અને શેરના ભાવ ઝડપથી ઘટી રહ્યા હોય ત્યારે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ દ્વારા આપવામાં આવ્યો છે. લગભગ 155 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા વોરન બફેટે નાણાકીય ક્ષેત્રમાં ઘણી મોટી કટોકટીનો સામનો કર્યો છે અને હંમેશા લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી વિચારવાની સલાહ આપી છે.


1. આફતમાં અવસર શોધો


નવા ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ વેપાર યુદ્ધે રોકાણકારોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. પરંતુ વોરેન બફેટ કહે છે, “ખરાબ સમાચાર રોકાણકારનો શ્રેષ્ઠ મિત્ર છે.” આનો અર્થ એ થયો કે ખરાબ સમાચાર સ્માર્ટ રોકાણકારો માટે તકો લાવે છે. તેમનું માનવું છે કે જ્યારે શેરબજારમાં અસ્થિરતા હોય છે, ત્યારે સારા શેર સસ્તા ભાવે મળે છે અને અહીંથી રોકાણનો વાસ્તવિક લાભ શરૂ થાય છે.


2. ધીરજ રાખો, લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ રાખો


વોરેન બફેટની રોકાણ વ્યૂહરચના હંમેશા લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય પર આધારિત રહી છે. તે કહે છે, “Only buy something that you’d be perfectly happy to hold if the market shut down for 10 years.” એનો અર્થ એ કે એવું રોકાણ કરો કે બજાર 10 વર્ષ સુધી બંધ રહે તો પણ તમે તેને આરામથી હોલ્ડ કરી શકો. તેમની સલાહ છે કે બજારમાં ટૂંકા ગાળાના વધઘટને અવગણો અને એવી કંપનીઓમાં રોકાણ કરો જે મજબૂત ફન્ટામેન્ટલ ધરાવે છે.


3. અફવા પર ધ્યાન ન આપવું


માર્કેટ ગુરુ વોરેન બફેટ માને છે કે રોકાણકારોના બજારના સમાચાર, અટકળો, અફવાઓ અને ગભરાટથી દૂર રહેવું જોઈએ. રોકાણકારોએ લાંબા ગાળાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ અને આવેશમાં આવી ખોટા નિર્ણયો લેવા જોઈએ નહીં.


(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, Gujjunewschannel.in ની કોઈ જવાબદારી રહેશે નહીં.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Advise Of warren buffet during Stock Market crash - Nifty 50 - Sensex -  નિફટી 50 - સેન્સેક્સ - શેરબજાર સમાચાર

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us