• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વધુ એક માવઠા માટે ખેડૂતો રહેજો તૈયાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આ મોટી આગાહી

વધુ એક માવઠા માટે ખેડૂતો રહેજો તૈયાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આ મોટી આગાહી

10:17 PM March 27, 2025 Gujju News Channel Share on WhatsApp

આજે ૧૫ શહેરોના તાપમાનમાં ઘટાડો, અંબાલાલ પટેલે ૧૦ એપ્રિલ સુધીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી.



Ambalal Patel rain forecast : રાજ્યમાં હાલમાં ભલે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય, પરંતુ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૦ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે સવારથી જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યના ૧૫ શહેરોના તાપમાનમાં સામાન્ય કરતાં ૧ થી ૩.૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૩૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ગરમીથી રાહત આપનારું છે.


► અંબાલાલની આગાહી, ક્યારે પડી શકે માવઠુંં ?


આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે પવનોનું તોફાન આવી શકે છે, જેમાં વિન્ડ ગસ્ટ અને ઝડપી પવનો સાથે વરસાદની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને ૨૮, ૨૯ અને ૩૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય પવનની ગતિ ૧૦થી ૧૫ કિમી પ્રતિ કલાક, વિન્ડ ગસ્ટની ગતિ ૩૫ કિમી પ્રતિ કલાક અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦ કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.


► "સિઝનનું પ્રથમ હળવું સાઇક્લોન બનવાની સંભાવના"


આ ઉપરાંત, અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં આ સિઝનનું પ્રથમ હળવું સાઇક્લોન બનવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ સાઇક્લોન વિશાખાપટ્ટનમની આસપાસ સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, જેના ભેજ અને અરબસાગરના ભેજના કારણે ૧૦મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોના હવામાનમાં મોટો પલટો આવશે. આ પલટામાં દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરત જેવા વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમણે દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટાની સાથે આંધી-વંટોળ અને પર્વતીય પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.


► "માર્ચના અંતથી ૧૦ એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો બદલાવ"


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતા રહેશે. આ વખતે જેટધારા દક્ષિણ તરફ રહેવાના કારણે અરબસાગરમાં તેની અસર થશે અને તેના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી ૧૦ એપ્રિલ સુધીમાં મોટો બદલાવ આવશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. આમ, રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતો અને સામાન્ય લોકોને ચિંતામાં મૂક્યા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -Gujarat Summer Weather Update : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી Paresh Goswami Agahi - Ambalal Agahi Havaman mavthu - માવઠાની આગાહી - Ambalal Patel rain forecast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us