• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ICC World Cup 2023: મહાસંગ્રામનું શિડ્યુઅલ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન ટકરાશે...

ICC World Cup 2023: મહાસંગ્રામનું શિડ્યુઅલ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન ટકરાશે...

12:58 PM June 27, 2023 admin Share on WhatsApp



ક્રિકેટ રસિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા, તે ક્રિકેટ (Cricket)ના મહાસંગ્રામ ગણાવતા વનડે (50-50) વર્લ્ડ કપનું શિડ્યુઅલ (World Cup Schedule 2023) સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમશે.

ભારતીય ટીમ અલગ અલગ ઠેકાણે રમશે 9 મેચ

રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડીયા વન-ડે વર્લ્ડ કપમાં અલગ અલગ ઠેકાણે કુલ 9 મેચ રમશે. આ તમામ મેચ ભારતમાં રમાશે. અને ભારત માટે આ મહાસંગ્રામ ઐતિહાસિક મુકાબલો સાબિત થશે.

icc world cup 2023 schedual

2011 બાદ પહેલી વાર ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ 
ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.

15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકની મેચ 
ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ
ભારત તેની પ્રથમ મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. 

icc World Cup 2023 Schedule india pakistan match date

19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ
વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. 

ભારતનો વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ

  • ભારત Vs. ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
  • ભારત Vs. અફઘાનિસ્તાન - 11 ઓક્ટોબર, દિલ્હી
  • ભારત Vs. પાકિસ્તાન - 15 ઓક્ટોબર, અમદાવાદ
  • ભારત Vs. બાંગ્લાદેશ - 19 ઓક્ટોબર, પુણે
  • ભારત Vs. ન્યુઝીલેન્ડ - 22 ઓક્ટોબર, ધર્મશાલા
  • ભારત Vs. ઇંગ્લેન્ડ - 29 ઓક્ટોબર, લખનઉ 
  • ભારત Vs. ક્વોલિફાયર - 2 નવેમ્બર, મુંબઇ
  • ભારત Vs. દક્ષિણ આફ્રિકા - 5 નવેમ્બર, કોલકાતા
  • ભારત Vs. ક્વોલિફાયર - 11 નવેમ્બર, બેંગલુરુ

ICC ODI World Cup 2023 પર એક નજર

  • કુલ 10 દેશો લેશે ભાગ 
  • 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ 
  • 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ 
  • 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
  • 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ, 16 નવેમ્બરે કોલકાતામાં બીજી સેમિફાઈનલ રમાશે
  • 19મીએ ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે


Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us