• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Chhota Udepur News: બોડેલીના પાણેજમાં તાંત્રિક વિધિ માટે ભુવાએ બાળકીની હત્યા કરી, ગ્રામજનોએ બાળકીના ભાઈને બચાવ્યો

Chhota Udepur News: બોડેલીના પાણેજમાં તાંત્રિક વિધિ માટે ભુવાએ બાળકીની હત્યા કરી, ગ્રામજનોએ બાળકીના ભાઈને બચાવ્યો

10:26 PM March 10, 2025 Gujju News Channel Share on WhatsApp

ઘરની સામે જ રહેતી પાંચ વર્ષીય બાળકીને લાલુ હિંમત તડવી નામનો ભુવો પોતાના ઘરે લઇ ગયો હતો અને ગળુ કાપીને તેની હત્યા કરી નાંખી હતી.



Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં અંધશ્રદ્ધામાં એક નાની બાળકીનો ભોગ લેવાયો છે. ગામના એક આધેડ વયના ભુવાએ તાંત્રિક વિધિ માટે ગળુ કાપી બાળકીની હત્યા કરી બલી ચડાવી હોવાની ઘટના બની છે. ભુવો બાળકીને ભાઇને પણ લઇ જઇ રહ્યો હતો. જોકે ગ્રામજનો જોઇ જતાં તેને બચાવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


► પાણેજ ગામમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવી દે તેવો બનાવ


બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બોડેલી તાલુકાના પાણેજ ગામમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવી દે તેવો બનાવ બન્યો હતો. ઘરની સામે જ રહેતી પાંચ વર્ષીય બાળકીને લાલુ હિંમત તડવી નામનો ભુવો પોતાના ઘરે લઇ ગયો હતો અને ગળુ કાપીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ભુવો બાળકીના નાના ભાઈને પણ પોતાની સાથે પોતાના ઘરે લઇ જઇ રહ્યો હતો. જોકે એ સમયે ગ્રામજનો ભુવાને બાળકને લઇ જતાં જોઇ ગયા હતા. જોકે પ્રાપ્ત વિગતો અનુસાર તાંત્રિક બાળકીને બળજબરીથી ખેંચી ગયો હતો. જોકે તેની પાસે કુહાડી હોવાથી લોકો પણ તેનો પ્રતિકાર કરવામાં પાછા પડ્યા હતા. ગ્રામજનો ભુવા પાસે પહોચ્યા હતા અન્ય બાળકને બચાવ્યો હતો.


ગ્રામજનો દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા મામલતદાર અને પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ હત્યારા ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરમાં ઘણા વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે.


► બોડેલીના એએસપી એ શું કહ્યું ?


વધુ માહિતી આપતા બોડેલીના એ એસ પી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાણેજ ગામના તાંત્રિક લાલુ તડવી 4 વર્ષની આંગણા માં રમતી બાળકીને ઉઠાવી ઘરમાં આવેલા મંદિર આગળ કુહાડીથી માથું કાપી બાળકીના લોહીને મંદિર પર છાંટી નર બલીનો ગુનો આચાર્યો છે. બાળકીની માતાએ પીલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી પૂછ પરછ કરવામાં આવી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -Chhota Udepur bodeli News : 5 year girl killed by bhuva for Tantrik Vidya in bodeli - Gujarat Crime news Update



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us