• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PM Modi US Visit: બંને દેશો વચ્ચે આ મુદ્દે થયા કરાર, જાણો ભારતને કેટલો થશે ફાયદો..?

PM Modi US Visit: બંને દેશો વચ્ચે આ મુદ્દે થયા કરાર, જાણો ભારતને કેટલો થશે ફાયદો..?

03:50 PM June 23, 2023 admin Share on WhatsApp



વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમેરિકાના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસ દરમિયાન અમેરિકી (USA) રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે (White House) વ્હાઇટ હાઉસમાં વાત કરી હતી. તેમણે બાઇડન (Biden) સાથે મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને દેશ અનેક ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન ગણાવ્યું કે કોને કોને કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

H1-B વિઝાને લઇને મોટી જાહેરાત

અમેરિકામાં એચ-1 બી વિઝાને લઇને મોટો નિર્ણય કર્યો છે. અમેરિકા હવે એવા એચ1 બી વિઝા આપશે જેનાથી દેશમાં રહીને રિન્યૂ કરી શકાશે. અમેરિકામાં રહેનારા હજારો ભારતીય પ્રોફેશનલ્સને મદદ મળશે. તેમને વિઝા રિન્યૂ કરાવવા માટે યાત્રા કરવી નહીં પડે. અમેરિકામાં રહીને પણ તેઓ વિઝાને રિન્યૂ કરાવી શકે છે. આનાથી તેમને ગણી મદદ મળશે.

સેમીકંડક્ટર નિર્માણ

પીએમ મોદીએ ભારતમાં સેમીકંડક્ટર નિર્માણને ઉત્સાહ આપવા માટે અમેરિકી ચિપ નિર્માતા કંપની માઇક્રોન ટેક્નોલોજીને પણ આમંત્રીત કરી છે. ભારતના આ પગલાંથી ચીનને મોટો ફટકો લાગશે. આ ઉપરાંત ટેક્નોલોજી અને સારા પેકેજિંગ ક્ષમતાઓમાં વૃદ્ધિ માટે ભારતમાં એપ્લાઇડ મટેરિયલ્સને પણ પીએમ મોદીએ આમંત્રણ આપ્યું છે.

pm modi visit usa biden wife

રક્ષા ક્ષેત્રમાં મોટા કરાર

ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં મોટા સમજૂત કરાર થયા છે. ભારતમાં હવે લડાકુ જેટ એન્જીનનું ઉત્પાદન થશે. જીઈ એરોસ્પેસે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો તેજસ માટે સંયુક્ત રુપથી લડાકુ જેટ એન્જીનોનું ઉત્પાદન કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે સમજૂતી કરી છે.

હથિયારબંધ ડ્રોન

ભારતના જનરલ એટોમિક્સના એમક્યુ-9 રીપર હથિયારબંધ ડ્રોનની ખરીદીની જાહેરાત કરી હતી. ભારતના આ પગલાં હિંદ મહાસાગર ઉપરાંત ચીન સાથે સીમા પર પણ રાષ્ટ્રીય સુરક્ષાની ક્ષમતાઓમાં મજબૂતી મળશે. આ ડ્રોન 500 ટકા વધારે પેલોડ લઇ જઇ શકે છે. પહેલાના એમક્યુ 1ની તુલાએ 9 ગણો વધારે હોર્સ પાવર છે.

સ્પેસ ક્ષેત્રે કરાર

બંને દેશો તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 2024માં ભારત અને અમેરિકા મળીને એક ભારતીય અંતરીક્ષ યાત્રીને અંતરરાષ્ટ્રીય અવકાસ સ્ટેશન પર મોકલવા માટે સહયોગ કરશે. આ ઉપરાંત ભારતે આર્ટેમિસ કરારમાં પણ સામેલ થવા માટે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સમજૂતિ અંતર્ગત સમાન વિચારધારાવાળા દેશ અંતરિક્ષમાં સંયુક્ત મિશન પર કામ કરે છે.

આ સિવાય PM મોદીએ યુએસએના નામચીન અને મોટા ઉદ્યોગ સાહસિકોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે અમેરિકા અને ભારતના સંબંધો વધુ ગાઢ બને તેવી પૂર્ણ શક્યતા છે. ચીન અને રશિયા જેવી મહાસત્તા સામે અમેરિકાએ જો લડવું હશે તો તેમણે ભારત સાથે સારા સંબંધો રાખવા જ પડશે માટે અમેરિકા અને ભારત વચ્ચે માત્ર બિઝનેશ અને ડિફેન્સ ક્ષેત્રે જ નહીં પરંતુ લાગણીના સંબંધો પણ વિકસાવવા PM મોદી અને જો બાઈડનનું સંયુક્ત પગલું છે.

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, TV News, News, Gujarati News Channel - pm modi visit usa - biden pm modi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us