• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજકોટની પાયલ મેટરનિટી હૉસ્પિટલના વીડિયો શહેરમાંથી જ લીક થયાનો ઘટસ્ફોટ, તબીબ અને CCTV ઈન્સ્ટોલ કરનારની આકરી પૂછપરછ

રાજકોટની પાયલ મેટરનિટી હૉસ્પિટલના વીડિયો શહેરમાંથી જ લીક થયાનો ઘટસ્ફોટ, તબીબ અને CCTV ઈન્સ્ટોલ કરનારની આકરી પૂછપરછ

08:57 PM February 18, 2025 Gujju News Channel Share on WhatsApp

ડિસેમ્બર મહિનાના અલગ-અલગ વીડિયો જાન્યુઆરીમાં ટેલિગ્રામ અને યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ થયા. તબીબ બોલ્યા- હોસ્પિટલના CCTV કેમેરા હેક કરવામાં આવ્યા.



Rajkot News : શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી નજીક આવેલ વેસ્ટ ગેઈટમાં આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ચેક અપ માટે આવતી મહિલા દર્દીઓના વીડિયો વાઇરલ થવા મામલે ટેલિગ્રામ અને યુ-ટ્યુબ ચેનલ મેઘા MBBS વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો. જે બાદ રાજકોટ અને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરતાં પ્રાથમિક તપાસમાં આ વીડિયો રાજકોટમાંથી જ લીક થયાનું સામે આવ્યું છે.


► રાજકોટમાંથી જ વીડિયો વાયરલ થયાનો ઘટસ્ફોટ


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મામલે સાયબર ક્રાઈમની ટીમે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત CCTV ઈન્સ્ટોલ કરનાર લોકોની આકરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં ડિસેમ્બર મહિનાના અલગ-અલગ વીડિયો જાન્યુઆરીમાં ટેલિગ્રામ અને યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ થયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલા દર્દીઓનું ચેકઅપ થતું હોય, તેવા પ્રાઈવેટ વીડિયો વાયરલ થઈ રહ્યા હતાં. અમુક અંશે આ વીડિયો વેચાણ અર્થે પણ મૂકવામાં આવ્યા હોય તેવું ફલિત થતું હતું. આ વીડિયો મામલે અમદવાદ સાઈબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમના અધિકારીઓ સહિતની ટીમ પાયલ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને તપાસ કરી જરૂરી પુરાવા કબજે કર્યા હતા.


► ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા


પાયલ મેટરનિટી હોસ્પિટલના તપાસ વિભાગમાં મહિલાઓની ગોપનીયતા જળવાતી હોય તેવા સ્થળે CCTV લગાવાયો હતો. તેના મારફત ચેકઅપના વીડિયો લઈ તેને સોશિયલ મીડિયાની સાઈટ પર વેચાણ અર્થે મુકવામાં આવ્યા હતાં. જેનાથી ભારે હોબાળો મચ્યો હતો. આ બધા વીડિયો મેઘા એમબીબીએસ યુ ટ્યુબ પર, ટેલિગ્રામ પર વેચાણ માટે મુકવામાં આવ્યા હતા તેવી માહિતી પણ સામે આવી છે. જો કે, વીડિયો લીક કેવી રીતે થયા? તે એક ગંભીર પ્રશ્ન છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ વીડિયો લીક કરવામાં આવ્યા છે કે કેમ? તેને લઈને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બીજો એક ગંભીર સવાલ એ પણ છે કે, હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી શા માટે લગાવવામાં આવ્યા હતા? આ બાબતે ડોક્ટર સંજય દેસાઈ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યુ હતુ કે, હોસ્પિટલમાં લગાવવામાં આવેલો કેમેરો કોઈ તત્વો દ્વારા હેક કરવામાં આવ્યો છે.


► સીસીટીવી ઈંસ્ટોલેશન કરનારની પુછપરછ કરાઈ


વાયરલ થયેલા વીડિયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈંસ્ટોલેશન કરનારની પુછપરછ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ ઘટના પાછળ હોસ્પિટલનો કોઈ કર્મચારી સંડોવાયેલ છે કે પછી કોઈ અન્યની સંડોવણી છે તે બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે અને ફરિયાદ નોંધાઈ ગઈ છે. પોલીસ રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું. આ સાથે જ ગોપનિયતાનો ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.


► કેમેરાનું એક્સેસ બે ડાયરેક્ટર અને એડમિન વિભાગના એક કર્મચારી પાસે હતું


પાયલ મેટરનીટી હોસ્પિટલના વાયરલ થયેલા વીડિયો મામલે અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે સંયુક્ત રીતે તપાસ કરતા આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલ્લાસા પ્રાથમિક તપાસમાં જ બહાર આવ્યા છે. જેમાં જે સ્થળના વીડિયો વાયરલ થયા ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અંગે તપાસ કરતા જ જાણવા મળ્યું કે, હોસ્પિટલના સીસીટીવી કેમેરાનું એક્સેસ હોસ્પિટલના બે ડાયરેક્ટર ડો. અમિત તેમજ ડો. દેસાઈ અને એડમીન વિભાગના મિલન નામના કર્મચારી પાસે હોય આ મામલે ત્રણેયની સાયબર ક્રાઈમે વિશેષ પુછપરછ શરૂ કરી આ વાયરલ થયેલા વીડિયોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot News : Payal Maternity Home Checkup Viral video on Social Media - investigative News in Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us