• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભરપુર વરસાદ તો મધ્ય ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ જાણો..

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભરપુર વરસાદ તો મધ્ય ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ જાણો..

11:34 AM June 20, 2023 admin Share on WhatsApp



ચાલુ વર્ષે પ્રિમોન્સુન એક્ટિવિટીમાં જ બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું અને જેના લીધે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતા અગાઉ થઈ પરંતું આ વાવાઝોડાના કારણે ચાલુ વર્ષે ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે આ ફેરફારને લઈ અને રાજ્યમાં ચોમાસુ કેવું રહેશે તેને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી (Meteorologist Ambalal Patel's forecast) કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

►“તળાવો, બંધ અને જળાશયોમાં ભરપુર પાણી આવશે”

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક શરૂ થવાની શક્યતા છે. વરસાદને લઈ તળાવો, બંધો અને જળાશયોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે રાજ્યમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ બનશે. 

Ambalal patel agahi►વાવાઝોડાથી ક્યાંક ફાયદો-ક્યાંક નુકસાન !

ચોમાસાના નિયમિત વરસાદ પહેલા વાવાઝોડાના કારણે વરસાદ થયો છે. અને અમુક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થયો છે. કેટલાક વિસ્તારમાં વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકસાન થયુ છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની ઋતુનો 15 જૂનથી પ્રારંભ થઇ જાય છે. પરંતુ વરસાદ આગળ પાછળ થતો હોય છે. જોકે હજુ પણ ચોમાસું ગુજરાતથી દૂર છે. ચોમાસું 18 જૂન સુધીમાં તો મહારાષ્ટ્રના છેડે પહોંચ્યું છે. એટલે ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં પહોંચે તેવું અનુમાન છે. ગુજરાતમાં ચોમાસાનો નિયમિત વરસાદનું આગમન ક્યારે તેની રાહ જોવાઇ રહી છે.

►વાવઝોડાથી વરસાદ ઘટશે !

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, વાવાઝોડાના કારણે વરસાદ થયો છે અને હવે વરસાદ ઘટી જશે. પરંતુ વાવાઝોડાની અસરના લીધે દેશના મધ્ય પૂર્વ ભાગમાં પહોચી જતા બંગાળના ઉપસાગરનો ભેજ ખેચાશે. આથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. છત્તીસગઢમાં જઈ મહારાષ્ટ્રના વિદર્ભના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં ઉભુ થતુ વરસાદી વહન 23 થી 25 જુનમાં સક્રિય થતા દક્ષિણ પૂર્વિય તટ પરથી દેશના મધ્યભાગ સુધી આપવાની શક્યતા રહેશે. જેના કારણે દેશના અમુક ભાગમાં વરસાદ થશે.

►અષાઢી બીજનું શુકન સચવાશે !

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, આપણે ત્યાં અષાઢી બીજના દિવસે વરસાદ થાય તો વર્ષ સારુ થાય તેવુ માનવામાં આવે છે. જોકે અષાઢી બીજમાં વાદળો આવે છે. વાદળછાયુ અને વરસાદની છાંટા રહેશે, તેમજ 20 જુનના વાદળછાયુ વાતાવરણ સાથે રાજ્યના અમુક ભાગોમાં સામાન્ય વરસાદની શક્તા રહેશે. 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

►છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ

Rain in Gujarat Agahiરાજ્યમાં હવામાનની આગાહી મુજબ વરસાદ અસર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 5 ઇંચ ખાબક્યો છે. આ સાથે અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, ભીલોડામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો માલપુર, ઈડર, ખાનપુર, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર અને આણંદ જિલ્લામાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો છે. 

►બનાસકાંઠામાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા

બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક ખાના ખરાબી સર્જાઈ છે. જોકે, જિલ્લા વહીવટી તંત્રએ સરાહનીય કામગીરીથી શક્ય તેટલી સતર્કતા રાખી આપદાથી લોકને જાગૃત કર્યા છે. પરંતુ ભારે પવન અને વરસાદથી અનેક લોકોને જાનમાલની નુકસાની થઈ છે.  બનાસકાંઠામાં ભારે વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સરહદીય વિસ્તાર થરાદ, ધાનેરા, સુઈગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને બાજરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે. જ્યાં ખેતરો રિતસરના બેટમાં ફેરવાયા છે. તો અનેક વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થયા છે. આ ઉપરાંત નદી, તળાવ અને ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે. 

►કેવી રીતે થાય છે આગાહી ?

મોસમી આગાહી કરનારાઓ દ્વારા જે રીતે ચોમાસાની આગાહી કરવામાં આવે છે તે ખરેખર અનન્ય છે. આ નિષ્ણાંતો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે પક્ષીઓના અવાજને સમજવા, પ્રકૃતિમાં થતા ફેરફારોની નોંધ લેવી અથવા વેપાર પવનોના પ્રવાહનું નિરીક્ષણ કરવું. પ્રાચીન જ્ઞાનના નિષ્ણાંતો તરીકે, તેઓ વર્ષો અગાઉથી વરસાદની આગાહી કરવાની ક્ષમતા ધરાવે છે; એક દાયકા અથવા વધુ સુધી. હવામાનશાસ્ત્રના નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી પ્રક્રિયાની જટિલ વિગતો અને વરસાદના માપની ગણતરી કરીને કુશળતાપૂર્વક આગાહી કરે છે.

અંબાલાલ પટેલ ની આગાહી 2023 - અંબાલાલ પટેલ ની આગાહી લાઈવ - વરસાદની આગાહી લાઈવ - અંબાલાલ પટેલ કોણ છે - આજની આગાહી -આજની આગાહી વરસાદની- અષાઢી બીજ વરસાદ- ગુજ્જુ ન્યુઝ ચેનલ – Ambalal Patel Forecast - gujju news channel - Latest Gujarati News - તાજા ગુજરાતી સમાચાર - Latest Gujarati News LIVE - Online Gujarati News - Gujarati news headlines today - TV News - News - Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us