
JioCinema અને Disney+ Hotstarની નવી એપ JioHotstar લોન્ચ, હવે 10થી વધુ ભારતીય ભાષામાં મળશે તમામ કન્ટેન્ટ
JioHotstar: ડિઝની+ હોટસ્ટાર અને રિલાયન્સના વાયાકોમ 18નું મર્જર ગયા વર્ષે થયું હતું. આ મર્જર પછી, લોકો ડિઝની+ હોટસ્ટાર અને જિયો સિનેમાના મર્જરની રાહ જોઈ રહ્યા હતા. આનો અર્થ એ થયો કે બંને એપ્સનું કન્ટેન્ટ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય. જોકે, કંપનીએ યૂઝર્સના માગ પુરી કરી દીધી છે અને આ બે એપ્સને મર્જ કરી દીધી છે.
ભારતમાં હવે OTT પ્લેટફોર્મ મનોરંજનનું સૌથી મોટું સાધન બની રહ્યું છે. JioStar એ આખરે JioCinema અને Disney+Hotstar ના કન્ટેન્ટને એક જ એપમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. કંપનીએ નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioHotstar ની જાહેરાત કરી દીધી છે. આ આગામી નવા પ્લેટફોર્મ પર બંને OTT પ્લેટફોર્મની સંપૂર્ણ કન્ટેન્ટ લાઇબ્રેરી ઉપલબ્ધ હશે. આનો અર્થ એ થયો કે Jio અને Disney+Hotstar નો કન્ટેન્ટ એક જ એપ, JioHotstar પર મળી જશે.
નવા JioHotstar માં Jio અને Hotstar પર ઉપલબ્ધ શો અને ફિલ્મો હશે, સાથે જ આ પ્લેટફોર્મ પર વિવિધ ઇન્ટરનેશનલ સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની મજા પણ મળશે. આ જોઇન્ટ વેન્ચરે સ્ટ્રીમિંગ સર્વિસ માટે એક ફ્રી ટિયરની પણ જાહેરાત કરી છે. નોંધનીય છે કે નવેમ્બર 2024 માં Viacom18 અને Star India ના સફળ વિલીનીકરણ પછી, JioStar નામથી એક નવા જોઇન્ટ વેન્ચરની શરૂઆત થઈ હતી.
JioStar એ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને JioHotstar ના લોન્ચની જાહેરાત કરી અને નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સંબંધિત માહિતી શેર કરી. કંપનીએ જણાવ્યું કે નવા પ્લેટફોર્મ પર લગભગ 300,000 કલાકનો કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આ પ્લેટફોર્મ પર લાઈવ સ્પોર્ટ્સ કવરેજ પણ મળશે. આ એપમાં 149 રૂપિયામાં 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન મળશે.
લોન્ચ સમયે, બંને પ્લેટફોર્મના યૂઝર્સ મળીને નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો યુઝર બેઝ 50 કરોડથી વધુ હશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે દાવો કરાયેલા નંબરમાં ડુપ્લિકેટ એકાઉન્ટ્સ (JioCinema અને Disney+Hotstar બંને એકાઉન્ટ ધરાવતા લોકો)નો સમાવેશ નથી થતો. નવા પ્લેટફોર્મને એક નવો લોગો પણ મળ્યો છે, જેમાં JioHotstar શબ્દો સાથે 7-પોઇન્ટવાળા સ્ટારનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે હાલમાં JioHotstar બધા યૂઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ રહેશે. યૂઝર્સે કન્ટેન્ટને ઍક્સેસ કરવા અને જોવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. યૂઝર્સને શો, મૂવીઝ અથવા લાઇવ સ્પોર્ટ્સ માટે કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. જોઇન્ટ વેન્ચરે સ્પષ્ટતા કરી કે જે લોકો કોઈ પણ વિક્ષેપ વિના અને વધુ સારા એક્સપીરીયન્સ સાથે કન્ટેન્ટ જોવા માંગે છે, એ લોકો માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે જે સબ્સ્ક્રાઇબર્સ પૈસા આપશે એમને એડ્સ નહીં દેખાય અને હાઈ રીઝોલ્યુશન પર કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકશે.
JioHotstar કુલ 10 ભારતીય ભાષાઓમાં વિવિધ કન્ટેન્ટ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. યૂઝર્સ મૂવીઝ, વેબ સિરીઝ, ડોકયુમેન્ટરી, લાઇવ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ વગેરે જોઈ શકશે. કંપનીએ એમ પણ કહ્યું કે પ્લેટફોર્મ પર ઇન્ટરનેશનલ પ્રીમિયર પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત, JioHotstar પર ડિઝની, એનબીસીયુનિવર્સલ પીકોક, વોર્નર બ્રધર્સ, ડિસ્કવરી એચબીઓ અને પેરામાઉન્ટનો કન્ટેન્ટ પણ ઉપલબ્ધ થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - OTT પ્લેટફોર્મ JioStar અને JioCinema તેમજ Disney+Hotstar Merge થયું