• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • સૈફ અલી ખાન પરના હુમલા અંગે કરીના કપૂર ખાનની પહેલી પ્રતિક્રિયા, "હુમલાખોરે છરી લઈને...."

સૈફ અલી ખાન પરના હુમલા અંગે કરીના કપૂર ખાનની પહેલી પ્રતિક્રિયા, "હુમલાખોરે છરી લઈને...."

07:37 PM January 16, 2025 Gujju News Channel Share on WhatsApp

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે. સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.



Saif Ali Khan Attacked With Knife : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે થયેલા હુમલા બાદ તેની પત્ની કરીના કપૂર ખાને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કરીના કપૂર ખાને ચાહકો અને મીડિયાને ધીરજ રાખવા અને અટકળો ન લગાવવા અપીલ કરી છે. ગઈકાલ મોડી રાત્રે સૈફ પર એક અજાણ્યા શખ્સે ચપ્પાના છ ઘા માર્યા હતા. જેમાં તેને કરોડરજ્જૂ અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફની ન્યૂરો સર્જરી બાદ કોસ્મેટિક સર્જરી પૂર્ણ થઈ છે. અને હવે તે સ્વસ્થ હોવાનું હોસ્પિટલે જણાવ્યું છે.

► કરીના કપૂરે શાંતિ જાળવવા કરી અપીલ

કરીના કપૂરે પતિ પર થયેલા હુમલા પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી કે, 'ઘરમાં ગઈકાલ મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં પરિવારને બચાવવા જતાં સૈફ પર ચોરે ચપ્પાથી હુમલો કર્યો હતો. તેને હાથમાં વાગ્યું છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. અમે મીડિયા અને ચાહકોને અપીલ કરીએ છીએ કે, તેઓ ધીરજ જાળવે અને કોઈ અટકળો  ન ફેલાવે. પોલીસ તપાસ કરી રહી છે. તમારી ચિંતા માટે તમામનો આભાર...'

► સૈફની સર્જરીમાં 3 ઈંચ લાંબી ધારદાર વસ્તુ નીકળી

લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું કે, સૈફ અલી ખાનને તેના બ્રાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકુના છ ઘા માર્યા હતા. સવારે 3.30 વાગ્યે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં કરોડરજ્જૂની નજીક વાગેલો ઘા ઊંડો હતો. એક્ટરના ઓપરેશન ન્યૂરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડો. ના નેતૃત્વ હેઠળ સારવાર ચાલી રહી છે. ન્યૂરો સર્જરી પૂર્ણ થઈ છે. જેમાં એક્ટરના શરીરમાંથી 3 ઈંચ લાંબી ધારદાર વસ્તુ કાઢવામાં આવી છે. જે ચપ્પાનો એક હિસ્સો છે. કોસ્મેટિક સર્જરી ચાલી રહી છે. 

► કેવી રીતે થયો હુમલો?

સૈફના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં અચાનક ચોર ઘૂસી આવ્યો હતો. જેની જાણ સૌ પ્રથમ નોકરાણીને થઈ હતી. નોકરાણીએ બૂમાબૂમ કરતાં સૈફ આવ્યો હતો. જેમાં ચોરે સૈફ પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો. તેને ગળા, હાથ અને કરોડરજ્જૂના ભાગે ઈજાઓ થઈ હતી. ચપ્પાના કુલ છ ઘા વાગ્યા હતા. જેમાં કરોડરજ્જૂ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. નોકરાણી પર પણ હુમલો થયો હતો, તેને સામાન્ય ઈજા થઈ હતી. નોકરાણી પણ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તેની હાલત સ્થિર છે.

► સૈફ પર હુમલો કરનાર CCTVમાં કેદ

હુમલા સમયે પોલીસે એ વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો હતો, જેનાથી પોલીસને એ સમયે એ વિસ્તારમાં કયા મોબાઇલ નેટવર્ક સક્રિય હતા એ જાણવામાં મદદ મળી. એના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારી વ્યક્તિ હિસ્ટ્રીશીટર હોઈ શકે છે. આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતાં, હુમલાખોર સામે અગાઉ પણ આવા જ કેસો નોંધાયેલા હોઈ શકે છે. પોલીસનું માનવું છે કે આવી ઘટના ફક્ત એક ચાલાક અને જૂનો આરોપી જ અંજામ આપી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Saif Ali Khan Attacked With Knife , kareena Reaction On Attacked To saif Ali khan



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us