• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં આગામી પાંચ દિવસ હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે, જાણો ક્યાં શહેરમાં બરફની ચાદર પથરાઈ?

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે, જાણો ક્યાં શહેરમાં બરફની ચાદર પથરાઈ?

10:57 PM January 15, 2025 Gujju News Channel Share on WhatsApp

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા છે. જેથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત રહેશે.



ગુજરાત હવામાન ઠંડીની આગાહી : Gujarat Weather Cold updates, Winter forecast, ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડતાં મેદાની રાજ્યો ઉપર તેની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે કાતિલ ઠંડી પડી રહી છે. જોકે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. જેથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત રહેશે. નલિયામાં બે ડિગ્રી તાપમાન ઘટીને 6.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

► આગામી પાંચ દિવસ કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે

ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડા પવનો ફૂંકાતા શીત લહેરના પગલે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ આગામી પાંચ દિવસો સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં કાતિલ ઠંડી યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. માટે આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ ઠંડા પવનો સામે રક્ષણ માટે સજ્જ થઈને જવું પડશે.

► નલિયામાં બે ડિગ્રી તાપામાન ઘટીને 6.8 ડિગ્રી પર પહોંચ્યું

ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર હોવાથી લોકો અગાસી પર પહોંચ્યા હતા. જોકે, ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં 6.8 ડિગ્રીથી લઈને 17.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટીને 6.8 ડિગ્રીની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

► અમદાવાદમાં કડકડતી ઠંડીનું જોર યથાવત

ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર હોવાથી અમદાવાદ શહેરમાં લોકો અગાસી પર પહોંચ્યા હતા. લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

► માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું

માઉન્ટ આબુમાં તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. તાપમાન માઇનસ 4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. મકરસંક્રાંતિની રજાઓમાં માટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. જે ખુશ થઇ ગયા હતા. મેદાન અને બગીચા બરફના ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં વાહનો પર અને નકી લેક પર બરફની સફેદ ચાદર દેખાઈ હતી, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ગાડીઓ પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ગુજરાત હવામાન ઠંડીની આગાહી : Gujarat Weather Cold updates, Winter forecast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us