
સરકારની આ યોજના અંતર્ગત મહિલાઓને મળશે મફત LPG સિલિન્ડર, જાણો અરજી કરવાની રીત અને છેલ્લી તારીખની માહિતી | Ujjwala Yojana 2025
સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત હવે આ મહિલાઓને પણ મળશે ફ્રી સિલિન્ડર, જુઓ શું છે આવેદનની તારીખ.
Ujjawala Yojana 2025 Free Gas Cylinder : ભારત સરકાર ગરીબ જરૂરિયાત મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ કનેકશન આપી રહી છે. તો ચાલો જાણીએ સરકાર કઈ-કઈ મહિલાઓને આપી રહી છે આ લાભ અને કેવી રીતે કરી શકાય છે આવેદન. સૌપ્રથમ તો, આ યોજના હેઠળ સ્ટોવ અને સિલિન્ડર આપવામાં આવે છે. જો કે સરકારે, આના માટે કેટલીક પાત્રતા નક્કી કરે છે. પાત્રતાની વાત કરીએ તો, મહિલાની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોવે અને બીજું કે, પરિવારના કોઈ સદસ્યએ પહેલાં કોઈ એલપીજી કનેકશન લીધેલો ન હોવો જોઈએ. તેમજ મહિલાઓ બીપીએલ પરિવારથી સંબંધ ધરાવતી હોવી જોઈએ. એમાંય એમની પાસે બીપીએલ કાર્ડ કે રૅશનકાર્ડ હોવું જરૂરી છે.
આ યોજના હેઠળ, મફત ગેસ સિલિન્ડરનો લાભ ફક્ત મહિલાઓ જ મેળવી શકે છે, અને તે પણ એવી મહિલાઓ જેઓ ગરીબી રેખા નીચે જીવી રહી હોય. આ માટે મહિલાઓ પાસે BPL કાર્ડ હોવું જોઈએ. બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મહિલા અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સાથે જ તેનું બેંક એકાઉન્ટ પણ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.
ઉજ્જવલા કનેક્શન માટે E-KYC ફરજિયાત છે. જો કે આસામ અને મેઘાલય માટે આ નિયમ ફરજિયાત નથી. અરજદારે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અને સરનામાનું પ્રમાણપત્ર આપવું પડે છે. આ ઉપરાંત, યોજનાનો લાભ મેળવવા માટે, જે રાજ્યમાંથી અરજી કરવામાં આવી રહી છે તે રાજ્ય દ્વારા જારી કરાયેલ રેશન કાર્ડ, લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધાર, લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર, બેંકના IFSC અને પૂરક. કુટુંબની સ્થિતિના સમર્થનમાં કેવાયસી જરૂરી છે.
આવેદન કરવા માટે ઉજ્જવલા યોજનાની અધિકારીક વેબસાઇટ pmuy.gov.in/ujjwala2.html પર મુલાકાત લેવી. હવે અહીંયા તમને એક ફોર્મ ડાઉનલોડનો ઓપ્શન દેખાશે, જે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. હવે તમારે આ ફોર્મને ભરી દેવાનું રહેશે અને નજીકના એલપીજી કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે. તમારે ફોર્મની સાથે-સાથે જે દસ્તાવેજ માંગ્યા હોય તે પણ જમા કરાવવાના રહેશે. હવે તમારા દસ્તાવેજ વેરિફિકેશન કરવામાં આવશે અને વેરિફાઈ થયા બાદ તમને ઉજ્જવલા યોજનાનું કનેકશન આપવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Ujjawala Yojana 2025 date process know eligibility and criteria in Gujarati - Pradhan Mantri Ujjwala Yojana List - 2025 - Ujjwala Yojana check status Aadhar Card - Ujjwala Yojana list name check - Ujjwala Yojana 2.0 Online Registration - Ujjwala Yojana Registration - PM Ujjwala Yojana - PM Ujjwala Yojana free gas - Ujjwala Yojana Registration online - Ujjwala Yojana 3.0 launch Date - ઉજ્જવલા યોજના 2025 - ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ - પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના - ઉજ્જવલા યોજના આધાર કાર્ડની સ્થિતિ તપાસો - ઉજ્જવલા યોજના ડોક્યુમેન્ટ