• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા, વાપરવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ, 11-15 જાન્યુ.ની મોડીરાત સુધી ચેકિંગ કરવા પોલીસને આદેશ

કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા, વાપરવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ, 11-15 જાન્યુ.ની મોડીરાત સુધી ચેકિંગ કરવા પોલીસને આદેશ

09:55 PM January 10, 2025 Gujju News Channel Share on WhatsApp

કાચના પાઉડરથી રંગેલી દોરી પર હાઈકોર્ટે જાહેર કર્યો પ્રતિબંધ, જાહેરમાં ગ્લાસ કોટેડ દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા નિર્દેશ



રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપી દીધો છે. એને લઇને 11થી 15 જાન્યુઆરીની મોડીરાત સુધી ચેકિંગ કરાશે અને આ મુદ્દે DGP રોજ સાંજે મિટિંગ પણ કરશે. ઉત્તરાયણના તહેવારમાં અને એ પહેલાં જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે. એના કારણે ચાઈનીઝ દોરી અને ગ્લાસ કોટેડ (કાચના પાઉડરથી રંગેલી દોરી) માંજાથી અનેક લોકો ઘાયલ થતા હોય છે. વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

► 8 જાન્યુઆરીના હુકમમાં સુધારો કરવા અરજી

ઉત્પાદકો આ મુદ્દે આજે (10 જાન્યુઆરી 2025) ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં કોર્ટમાં અમદાવાદના કોટન માંજા ઉત્પાદકો આવ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે આ કોર્ટે અગાઉ આપેલા નિર્દેશો અને NGTના આદેશમાં કોટન માંજા પર પ્રતિબંધ નથી. ફક્ત ચાઈનીઝ માંજા અને નાયલોન દોરી પર પ્રતિબંધ છે. જેથી હાઇકોર્ટે 8 જાન્યુઆરી, 2025ના હુકમમાં નાયલોન દોરી અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધના નિર્દેશો આપ્યા હતા. એ હુકમમાં સુધારો કરવામાં આવે.

► ગ્લાસ કોટિંગ વગર ઉત્તરાયણની ઉજવણી જ થશે નહીં: અરજદાર

જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે સરકારના જાહેરનામા મુજબ ગ્લાસ કોટિંગ દોરી પર પણ પ્રતિબંધ જ છે. ગ્લાસ પાઉડર હાનિકારક જ છે. આ દોરી પણ ચાઈનીઝ દોરી જેટલી જ ખતરનાક છે. અરજદારે કહ્યું હતું કે કોટન દોરી પર ગ્લાસ કોટિંગ થાય નહીં તો એના વગર ઉત્તરાયણની ઉજવણી જ થશે નહીં. અરજદારે કહ્યું હતું કે 13 જાન્યુઆરી, 2017ના આ કોર્ટના હુકમ મુજબ ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે, કોટન દોરી પર નહીં.

► શું કાચ ચઢેલી કોટન દોરી જોખમ નથી? -હાઈકોર્ટ

હાઇકોર્ટે કહ્યું હતું કે 13 જાન્યુઆરી, 2017ના હાઇકોર્ટના ડબલ જજની બેન્ચના આદેશમાં અપાયેલા નિર્દેશ મુજબ જ રાજ્યે ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, ચાઈનીઝ દોરી, સિન્થેટિક દોરી, ગ્લાસ કોટેડ દોરીનું ઉત્પાદન, સ્ટોક કરવા, વેચાણ, ખરીદ અને વપરાશ પર પ્રતિબંધ લગાવેલો છે. હાઇકોર્ટે કોટન દોરીના ઉત્પાદકોને તીખો પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ બાંયધરી આપશે કે કાચ ચઢેલી કોટન દોરી જોખમ નથી? જવાબ માત્ર હા કે નામાં આપવામાં આવે. એનો જવાબ કોટન દોરી ઉત્પાદકોના વકીલ આપી ન શકતાં હાઇકોર્ટે તેમની અરજી નકારી નાખી હતી.

► પતંગ બજારોમાં તપાસ હાથ ધરવામાં આવશે

સરકારી વકીલે આજે રાજ્યના ગૃહ વિભાગના અંડર સેક્રેટરી અને 5 જિલ્લાના મેજિસ્ટ્રેટની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. એ મુજબ ઉત્તરાયણના તહેવારને લઈને રોજ સાંજે DGP મિટિંગ યોજે છે, એ બાબત કોર્ટને જણાવવામાં આવી હતી. રાત્રે 8થી 1માં પતંગ બજારોમાં પ્રતિબંધિત દોરી અને ચાઈનીઝ તુક્કલ અંગે ચકાસણી કરવામાં આવે. આગામી 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સાંજે 6 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી પતંગ બજારોમાં તપાસ હાથ ધરવામાં આવશે. ગ્લાસ કોટેડ દોરી અને સિન્થેટિક દોરીની ઘાતકતા અંગે બાળકોને શાળાઓમાં જઈને જાગરૂક કરવામાં આવે છે. ટૂ-વ્હીલર વાહનચાલકોને પણ જાગ્રત કરીને તેમના વાહન પર પોલીસ નેક ગાર્ડ લગાવી આપે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , rope dyed with glass powder is anned by Gujarat Highcourt in uttrayan - કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા, વાપરવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ, 11-15 જાન્યુ.ની મોડીરાત સુધી ચેકિંગ કરવા પોલીસને આદેશ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us