• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Mango For Weight Loss: કેરી ખાઈને પણ ઘટાડી શકાય છે વજન, જાણો કેરી ખાવાની સાચી રીત...

Mango For Weight Loss: કેરી ખાઈને પણ ઘટાડી શકાય છે વજન, જાણો કેરી ખાવાની સાચી રીત...

10:42 AM June 07, 2023 admin Share on WhatsApp



ઉનાળામાં કેરી ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે. સ્વાદિષ્ટ લાગવા સિવાય કેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. ઘણીવાર લોકો વિચારે છે કે કેરી ખાવાથી વજન વધે છે. આવી સ્થિતિમાં કેરીને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવી ખૂબ જ જરૂરી છે.

હાલ બજારમાં વિવિધ જાતની કેરીઓ વેચાઈ રહી છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે, કારણ કે તે સ્વાદમાં સારી હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર લોકો કેરી વિશે વિચારે છે કે તેને ખાવાથી ઝડપથી વજન વધે છે. પરંતુ આ બિલકુલ ખોટું છે. જો કેરીનું સેવન યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો તેને ખાવાથી વજન વધતું અટકાવી શકાય છે. કેરીમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. એક કપ સમારેલી કેરીમાં 99 કેલરી, 1.4 ગ્રામ પ્રોટીન, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 22.5 ગ્રામ સુગર, 2.6 ગ્રામ ફાઈબર, 67% વિટામિન સી, 18% ફોલેટ, 10% વિટામિન A અને 10% વિટામિન E હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ થોડી માત્રામાં હોય છે.

કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ- બ્લડ સુગર પર કોઈપણ ખોરાકની અસર ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) રેન્ક દ્વારા જાણી શકાય છે. તે 0 થી 100ના સ્કેલ પર માપવામાં આવે છે. કોઈપણ ખોરાક કે જે 55 કરતા ઓછો રેન્ક ધરાવે છે તેને આ સ્કેલ પર લો સુગર ગણવામાં આવે છે. આ ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય માનવામાં આવે છે. કેરીનો જીઆઈ રેન્ક 51 છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે.

વજન ઘટાડવા માટે કેરીનું સેવન કેવી રીતે કરવું-

1) સેવન ઓછું કરો- કેરીમાં સૂક્ષ્મ પોષકતત્વો અને ફાઈબર ભરપૂર હોય છે, જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો પણ તમે તેને ખાઈ શકો છો, પરંતુ તેને મર્યાદિત માત્રામાં ખાવાનો પ્રયાસ કરો. કેરીનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

2) જમ્યા બાદ ન ખાઓ- જમ્યા પછી કેરીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તમારા શરીરમાં વધુ કેલરી જઈ શકે છે. કેરી હંમેશા બપોરે ખાઓ. જો તમે ઈચ્છો તો કેરીનું સેવન નાસ્તા તરીકે પણ કરી શકો છો.

3) નાસ્તા તરીકે ખાઓ- જો તમે નાસ્તા તરીકે એક વાટકી કેરીનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેરીમાં ડાયેટરી ફાઈબર્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત કેરી એનર્જી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. પ્રી-વર્કઆઉટ ફૂડ તરીકે કેરી ખાવાથી ઘણો ફાયદો થાય છે.

4) કેરીનું આખું સેવન કરો- કેરીનો રસ કે મેંગો શેક બનાવવાને બદલે તેને સામાન્ય રીતે ખાઓ. જ્યુસ બનાવવાથી કેરીમાં રહેલા તમામ ફાઈબરનો નાશ થાય છે. કેરીના રસમાં ખાંડ કે દુધ નાખીને પીવાથી તમારા શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે. અને સુગર લેવલ પણ કાબુમાં રહેતુ નથી. માટે કેરીને સાદી રીતે પાણીમાં ધોઈને તેને કાપીને ખાવી જોઈએ.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us