• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ફોનમાં અંગત પળોના વીડિયો બનાવતા હોય તો ચેતજો! ફોન ખોવાતા મહિનાઓ બાદ પતિ-પત્નીનો અંગત પળોનો વીડિયો થયો વાયરલ

ફોનમાં અંગત પળોના વીડિયો બનાવતા હોય તો ચેતજો! ફોન ખોવાતા મહિનાઓ બાદ પતિ-પત્નીનો અંગત પળોનો વીડિયો થયો વાયરલ

04:56 PM December 26, 2024 Gujju News Channel Share on WhatsApp

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક દંપતીએ તેની અંગત પળોનો વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો. જે ખોવાઈ જતા મહિનાઓ બાદ તે વીડિયો વાયરલ થયો હતો. જો તમે પણ આ ભૂલ કરતા હોય તો સાચવજો...



તમે પણ તમારા પ્રિય પાત્ર સાથેની અંગત પળોના વીડિયો મોબાઈલમાં બનાવીને રાખતા હોય તો ચેતી જજો.. અમદાવાદ શહેરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીએ પોતાનાં અંગત પળોનાં વિડીયો બનાવ્યા હતો. અને ગત ઉત્તરાયણની ખરીદી સમયે ભીડમાં તે ફોન ખોવાઈ ગયો પરંતુ પોલીસ ફરિયાદ કરી ન હતી અને તે જ ફોનનો દૂરઉપયોગ કરીને ફોનમાં રહેલા અંગત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બાબતે હવે છેક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

► પતિએ અંગત પળોનાં બનાવ્યા વીડિયો

સમગ્ર કેસની વાત કરીએ તો અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય દિવ્યા (નામ બદલેલ છે) આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા તેનાં પતિ કરણ(નામ બદલલે છે) અને 14 માસનાં દિકરા સાથે રહે છે, દિવ્યાનો પતિ કરણ ખાનગી નોકરી કરે છે. દિવ્યાનાં લગ્ન વર્ષ 2012માં થયા હતા, જોકે તેને સંતાન ન થતા અને પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા 2017માં છુટાછેડા લીધા હતા. ત્યારબાદ વર્ષ 2020માં મહિલાને ફરીથી પોતાનાં પૂર્વ પતિ કરણ સાથે સંપર્ક થયો હતો. અને બન્ને ફરીથી પતિ પત્ની તરીકે રહેવાની વાત કરતા હતા. જે દરમિયાન વર્ષ 2022માં કરણે દિવ્યાને શાહપુરમાં રહેતા દિવ્યાનાં મોટાભાઈનાં ઘરે મળવા બોલાવી હતી. જ્યાં ઘરમાં દિવ્યાએ કરણ સાથે સહમતીથી સંબંધ બાંધ્યો હતો. જે અંગત પળોનો વિડીયો કરણે પોતાનાં ફોનમાં ઉતાર્યો હતો. જે બાદ 18 ઓગસ્ટ 2022નાં રોજ દિવ્યાએ ફરીથી પૂર્વ પતિ કરણ સાથે લગ્ન કર્યા હતા. 

► ગત ઉત્તરાયણે પતંગ ખરીદવા ગયા અને ફોન ખોવાયો

13 જાન્યુઆરી 2023નાં રોજ દિવ્યા કરણ સાથે પતંગ ખરીદી કરવા માટે દિલ્લી દરવાજા ગઈ હતી, જ્યાં પતિનો ફોન દિવ્યા પાસે હતો અને ભીડમાં ક્યાંક પડી ગયો હતો. જોકે મોબાઈલ ગુમ થવા બાબતે દિવ્યાએ પોલીસ ફરિયાદ કરી ન હતી. જે તેમની મોટી ભૂલ હતી. દિવ્યાને લગ્ન જીવનમાં દિકરાનો જન્મ થયો હતો જે 14 મહિનાનો છે. 

► માસીની દિકરી અને તેનાં પતિએ વાયરલ વીડિયો અંગે કરી જાણ

10 દિવસ પહેલા દિવ્યાને માસીની દિકરી અને તેનાં પતિએ જાણ કરી હતી કે દિવ્યાનો તેનાં પતિ કરણ સાથેનો અંગત પળોનો વિડીયો કોઈએ વ્હોટ્સએપમાં વાયરલ કર્યો છે. જે અંગે તેણે પતિને જાણ કરી હતી અને તપાસ કરતા વિડીયો વાયરલ કરનારની શોધ કરતા તે મળી આવ્યો ન હતો અને અંતે આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે શાહપુર પોલીસે આઈટીની કલમો હેઠળ ગુનો નોંધી મહિલાનો અંગત પળોનો વિડીયો વાયરલ કરનારની શોધખોળ હાથ ધરી છે.

► અંગત પળના વીડિયો બનાવવા ખુબ જ જોખમભર્યા

અંગત પળોના વીડિયો બનાવીને બાદમાં જોવાની આજકાલ ફેશન થઈ ચૂકી છે. પરંતુ તે કેટલું ગંભીર છે. જે આ કિસ્સા પરથી જોઈ શકાય છે. અંગળપળોના વીડિયો કે ફોટોઝ બંને ત્યાં સુધી લેવા જોઈએ નહીં. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં તમારા ફુટપ્રિન્ટ એવી રીતે ફેલાઈ જાય છે કે તેને દુર કરવા સરળ નથી. આ અગાઉ પણ કેટલાય લોકોના અંગત વીડિયો વાયરલ થતા તેઓએ સુસાઈડ સુધીના પગલા પણ લીધેલા છે. અને માનસિક રીતે ભાંગી પણ જાય છે. ત્યારે આવા વીડિયો જો તમારૂ પાર્ટનર બનાવવા માટે કહે તો તેને ના કહેતા ખચકાશો નહીં. નહીં તો તેનું પરિણામ ખુબ જ ગંભીર આવી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Couple lost their mobile phone And after one month Couples's private moment video went viral - ફોનમાં અંગત પળોના વીડિયો બનાવતા હોય તો ચેતજો! ફોન ખોવાતા મહિનાઓ બાદ પતિ-પત્નીનો અંગત પળોનો વીડિયો થયો વાયરલ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us