
'બીયર બાઈસેપ્સ' ના નામથી જાણીતા રણવીર અલ્લાહબાદિયા એક ખૂબ જાણીતા યુટ્યુબર છે. તેમના વિડીયો, પૉડકાસ્ટ ખૂબ વાયરલ થાય છે. તે હંમેશા ચર્ચામાં રહે છે. રણવીરે હાલમાં એક પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું છે કે તેની ગર્લ ફ્રેન્ડ સાથે ગોવાના બીચમાં ડૂબી રહ્યા હતા તે વખતે જો એ દુત ના આવ્યા હોય તો તેણે જાન પણ ગુમાવી હોત.
ફેમસ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા Youtuber Ranveer Allahbadia ઘણીવાર કોઈને કોઈ પોડકાસ્ટને કારણે હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં, તે તેના એક ચાહક સાથે ચર્ચામાં આવ્યો હતો, જેણે તેના શરીર પર ટેટૂ કરાવ્યું હતું. હાલમાં, રણવીર તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં ક્રિસમસની રજાઓ માણી રહ્યો છે. યુટ્યુબરે તેની GirlFriend ગર્લફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરતી વખતે ખરાબ અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે તેને ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આઈપીએસ અધિકારીના પરિવારે તેમને મદદ કરી છે.
રણવીરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, " આ લેખમાં હું ખૂબ સંવેદનશીલ થવા જઈ રહ્યો છું. અમે બિલકુલ સુરક્ષિત છીએ. પરંતુ ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ મને અને મારી ગર્લ ફ્રેન્ડને એક મુશ્કિલ સ્થિતિમાંથી બચાવ્યા. અમે બંને બીચમાં રમી રહ્યા હતા. મને સમુદ્રમાં તરવું ખૂબ પસંદ છે, હું આ બાળપણથી કરતો આવ્યો છું. પરંતુ ગઇકાલે અમે પાણીના પ્રવાહમાં વહી ગયા, મારી સાથે પહેલા પણ આવું થયું છે પણ હું ક્યારેય કોઇની સાથે નથી ગયો. એકલા હોય ત્યારે તરીને બહાર નીકળવું આસન છે પણ કોઈને તમારી સાથે ખેંચીને બહાર કાઢવું અઘરું છે."
"5-10 મિનિટ સુધી મથામણ કર્યા પછી મી મદદ માટે બૂમ મારી અને આસપાસ રહેલા 5 એક લોકોએ અમને બચાવી પણ લીધા. આમ તો અમે બંને સારા તરવૈયા છીએ પણ ક્યારેક પાણીનો ફોર્સ એવો હોય છે કે કુદરત પણ કસોટી કરે છે. અમે બંને પાણીમાં ડૂબી ના જી એ માટે પ્રયત્નો કરી રહ્યા હતા પણ મોજા ખૂબ ઊંચા હતા અને એક સમય એવો આવ્યો કે હૂં ઘણું બધુ પાણી પી ગયો અને બેભાન થવા જેવો જ હતો કે મી મદદ માટે બૂમ પાડવાનું શરૂ કર્યું અને એક IPS ઓફિસર પતિ અને IRS ઓફિસર પત્નીએ અમને બચાવી લીધા તેમનો હૃદયપૂર્વક આભાર . "
"આ અનુભવે અમને એકલતાની સાથે આભારનો પણ અનુભવ કરાવ્યો. અમે આ ઘટનામાં ભગવાનનું રક્ષણ અનુભવ્યું. આજે ક્રિસમસની નજીક છીએ ત્યારે જીવંત હોવા બદલ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છીએ. આ એક ઘટનાએ મારો જીવન પ્રત્યેનો અભિગમ અને દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. આ વાંચવા માટે હું તમારા સૌનો આભારી છું અને અમે અમને આ ઘટનામાંથી આબાદ બચવવા માટે ભગવાન ઇસુ ખ્રિસ્ત તેમજ અમારા ઉપરના ભગવાનનો આભાર માન્યો. ગોવાનું આ વેકેશન મારા માટે ખૂબ યાદગાર રહ્યું. તમને અને તમારા બધા પરિવારોને નાતાલની શુભકામનાઓ. જીવન માટે ભગવાનનો આભાર!"
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - youtuber ranveer allahbadia BeerBiceps And His Girl Friend saved by ips couple during goa vacation - Ranveer Allahbadia: ફેમસ યુટ્યુબર તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં ડૂબતા-ડૂબતા બચ્યાં, IPS દંપતિએ બચાવ્યો જીવ