• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ઠુંઠવાતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી, આ ત્રણ દિવસ માવઠુ પડે તેવી ભીતિ

ગુજરાતમાં ઠુંઠવાતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી, આ ત્રણ દિવસ માવઠુ પડે તેવી ભીતિ

02:53 PM December 23, 2024 Gujju News Channel Share on WhatsApp

Gujarat weather update : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ક્રિસમસના લગભગ 3 ત્રણ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.



Gujarat weather update: ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ધોધમાર વરસાદ પડી શકે એવી હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. એટલે આ ઠંડીના ચમકારા વચ્ચે પલળવાની નોબત પણ આવી શકે છે. લાંબા સમયથી હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે અત્યારે ધોધમાર વરસાદ સાથે માવઠુ પણ પડી શકે છે. ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં માવઠુ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી લઈ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેવામાં હવે અચાનક જો વાતાવરણમાં પલટો આવે અને વરસાદ પડવાની આગાહી થાય તો લોકોના જનજીવન પર પણ આની અસર થઈ શકે છે.

► ઠંડી વચ્ચે માવઠું, 25, 26 અને 27 ડિસેમ્બરની આગાહી

હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે આગામી સમયમાં ક્રિસમસ પછી વાતાવરણમાં પલટો આવી શકે છે. એટલે ફરી એકવાર ગુજરાતમાં માવઠુ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 21થી 28 ડિસેમ્બર વચ્ચે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. અહીં વરસાદી ઝાપટા પણ પડશે અને ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર સુધી મોટાભાગના વિસ્તારોમાં ઠંડી વચ્ચે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.

► વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ

દ.ભારતમાં અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. જેથી કરીને હવે બેક ટુ બેક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે. અહીં એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થવા જઈ રહી છે જેની અસર ગુજરાતમાં અને ઉત્તર ભારતના પણ ઘણા રાજ્યોમાં થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ આની અસરથી હિમવર્ષા થવાની સંભાવના છે.

► ગુજરાતના ક્યા વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન?

આ તમામ પરિબળો પર નજર કરીએ તો મધ્ય અને ઉત્તર ગુજરાત તથા રાજસ્થાન પર આગામી સમયમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આના લીધે ગુજરાતનાં હવામાનમાં પલટો આવશે અને ઠેર ઠેર ઘણા વિસ્તારોમાં માવઠાનો વરસાદ પણ ખાબકી જશે. ક્રિસમસ પહેલા પણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ થઈ જાય એમ લાગી રહ્યું છે. 25, 26 અને 27 ડિસેમ્બરે ઘણા પ્રદેશોમાં માવઠુ પડી શકે છે. આની મોટાભાગની અસર રાજસ્થાન બોર્ડર પાસે આવેલા ગુજરાતના રાજ્યો પર પણ જોવા મળી શકે છે.

► માવઠાનું સૌથી વધુ જોખમ આ વિસ્તારમાં જોવા મળશે!

વાવ, થરાદ, ધાનેરા, ઈડર, વડાલી, અમીરગઢ અને ઈકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધુ રહેલી છે. આની સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં ત્રણેય દિવસ વરસાદી માવઠા પડવાની શક્યતાઓ રહેલી છે. અરવલ્લીમાં હળવો તથા સામાન્ય વરસાદ પડશે. ત્યારે અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા છે. મહીસાગરમાં લુણાવાડા આસપાસનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં હળવા છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા પડશે. ભરૂચ, ડાંગ, વલસાડ તથા કચ્છમાં પણ આ વાતાવરણમાં પલટાની અસર જોવા મળશે. અહીં વાદળછાયુ વાતાવરણ રહેશે અને વરસાદ પણ ખાબકશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય તથા અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાનું વધુ જોખમ જોવા નહીં મળે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News | | Ambalal Patel Agahi | Gujarat Weather | અંબાલાલ પટેલની આગાહી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us