• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ઠંડા પવનથી રાજ્યમાં લોકો ધ્રુજ્યા! નલિયા 5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુંગાર શહેર, રાજકોટ-કચ્છમાં કોલ્ડવેવની સંભાવના...

ઠંડા પવનથી રાજ્યમાં લોકો ધ્રુજ્યા! નલિયા 5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુંગાર શહેર, રાજકોટ-કચ્છમાં કોલ્ડવેવની સંભાવના...

04:22 PM December 11, 2024 Gujju News Channel Share on WhatsApp

રાજ્યના અલગ અલગ ભાગોમાં ઠંડીનું જોરથી લોકો ઠુંઠવાયા છે. એવામાં આ બે શહેર માટે હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી પણ કરી છે.



રાજ્યમાં ઠંડીએ હવે પોતાનો રંગ દેખાડી દીધો છે. નીચા તાપમાને દિવસભર ઠંડો પવન ફુંકાતા લોકો થીજી ગયા છેે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

► કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં દિવસે પણ લોકોએ તાપણાં કર્યા

રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી, એની વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ સામાન્ય કરતાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં સામાન્ય કરતા 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને સુરતમાં 1.3 ડિગ્રીના ઘટાડે સાથે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે.

► 5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર

5 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં સાડાસાત ડિગ્રી તાપમાન ઘટી જતાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 5 પર પહોંચ્યો હતો, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી. કડકડતી ઠંડીના કારણે લોકો ગરમ કપડાં અને તાપણા કરતા જોવા મળ્યા હતા.

► રાજ્યનાં મુખ્ય શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન

અમદાવાદ 13.4 ડિગ્રી
અમરેલી 11.8 ડિગ્રી
બરોડા 12 ડિગ્રી
ભાવનગર 13.8 ડિગ્રી
ભુજ 11 ડિગ્રી
ડીસા 10.6 ડિગ્રી
પોરબંદર 13.8 ડિગ્રી
રાજકોટ 9.7 ડિગ્રી
સુરત 15.8 ડિગ્રી

► રાજકોટ અને કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

રાજકોટ અને કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે રાત્રે કચ્છના નલિયા અને રાજકોટમાં કોલ્ડવેવનો અનુભવ થતા તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે ગગડ્યો હતો. આ બંને જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્રણ દિવસ બાદ તાપમાન ઊંચકાતા લોકોને થોડી રાહત અનુભવાશે.

► માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન જતા બરફની ચાદર છવાઈ

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જતાં બરફની ચાદર છવાઈ બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી. 

► ઠંડીનું જોર વધતાં ઠેર-ઠેર લોકો તાપણા અને ગરમ કપડાનો સહારો

રાજ્યના અલગ અલગ ભાગોમાં ઠંડીનું જોર વધતાં ઠેર-ઠેર લોકો તાપણાનો અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. હજુ પણ આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત્ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપર ઉત્તર દિશા તરફથી પવન આવતા હોવાથી ઠંડીનું જોર વધ્યું હતું, પરંતુ હવે પવનની દિશા બદલાઈને ઉત્તરપૂર્વીય દિશા તરફથી પવન આવતા ઠંડીનું જોડ અંશતઃ ઘટવાની શક્યતા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Coldwave Forecast For Rajkot Kutch | Gujarat Cold Weather Forecast | Cold Forecast For Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us