• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: દિશા વાકાણીને કેન્સર હોવાની અફવા, 'જેઠાલાલે' ઉજાગર કર્યું સત્ય...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: દિશા વાકાણીને કેન્સર હોવાની અફવા, 'જેઠાલાલે' ઉજાગર કર્યું સત્ય...

02:34 PM October 12, 2022 Admin Share on WhatsApp



► દિશા વાકાણીને કેન્સર થયાના સોશિયલ મીડિયા પર ફેલાયા સમાચાર

► દિલિપ જોશીએ અફવા હોવાની કરી પુષ્ટી

► "દિશા વાકાણી સ્વસ્થ છે, સમાચારમાં કોઈ સત્યતા નથી"

Tarak Mehta Ka Ooltah Chashma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાના સવારથી સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર આવતા જ દયાબેનના પાત્રને ચાહનારા લોકો ચોંકી ગયા હતા. પરંતુ  આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠા લાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ કરી છે.

સોશિયલ મીડિયામાં કોઈ સારી વાત પહોંચાડવી હોય તો ઘણીવાર લાગે છે. પરંતુ અફવા અને નેગેટીવ વાતને ખુબ ઝડપથી ફોરવર્ડ કરાય છે. કોઈપણ તથ્ય જાણ્યા વગર પોસ્ટને શેર કરવામાં આવે છે. આજે સવારથી સોશિયલ મીડિયા સહિત અનેક ન્યુઝ વેબસાઈટમાં આ સમાચાર રોકેટની ગતી ફેલાયા છે કે દિશા વાકાણી એટલે કે તારાક મહેતા શો ની દયાબેનને ગળાનું કેન્સર થયું છે. અને એ પણ શો માં અલગ અલગ અવાજ કાઢવાના લીધે. પ્રથમ તો આ વાત બધા માની જ લેશે. કારણ કે દયાબેનનો અવાજ લોકોને ખુબ જ પ્રીય હતો. પરંતુ થોડુ વિચારો તો આવા ગફલત સમાચારમાં કંઈ પણ તથ્ય ન હોય તેવું ચોક્કસ દેખાશે, કારણ કે 2017 થી એટલે કે પાંચ વર્ષથી દયાબેન તારક મહેતા શોનો કે અન્ય પ્લેટફોર્મનો હિસ્સો રહ્યા નથી. જેથી અલગ અવાજ  કાઢવાની વાત જ આવતી નથી. 

દિલીપ જોષીએ શું કહ્યું?
એક મીડિયા ઇન્ટરવ્યુમાં દિલીપ જોષીને આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. તેઓ બસ એટલું જ કહેશે કે આ બધી અફવા છે અને એના પર ધ્યાન ના આપશો.

દિશા વાકાણીના ભાઈ મયૂરે શું કહ્યું?
મયૂર વાકાણીએ કહ્યું હતું, 'આ માત્ર એક અફવા છે. હું ચાહકોને વિનંતી કરીશ કે આવી અફવાઓ પર ધ્યાન ના આપે અને પેનિક ના થાય. હું નિયમિત રીતે દિશાના સંપર્કમાં રહું છું અને કંઈપણ થયું હોત તો સૌ પહેલા મને જ આ વાતની જાણ થાત. દિશા એકદમ ઠીક છે અને તેને ખ્યાલ છે કે અફવાઓને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. તે આ બધી વાતોને હળવાશથી લે છે.'

આ વર્ષે દીકરાની માતા બની
દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.

ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

disha vakani cancer - dayaben cancer - throat cancer - tmkoc - dilip joshi - mayur vakani - disha vakani health 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us