
કડવા ચોથના વ્રતના છે ઘણા લાભો, જાણો પરિણીત સ્ત્રીઓ શા માટે રાખે છે આ વ્રત ??
કડવા ચૌથ નોર્ધન ઇન્ડિયામાં વિવાહિત હિન્દુ મહિલા દ્વારા ઉજવવામાં આવે છે. દર વર્ષે શરદ પુનમ પછી આવતી આસો વદ ચોથના દિવસે કડવા ચોથની ઉજવણી પરણિત મહિલાઓ કરે છે. આ વખતે કડવા ચોથ 13 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે, વિવાહિત સ્ત્રીઓ તેમના પતિના સુખાકારી માટે સૂર્યોદયથી ચંદ્રગ્રહણ સુધી ઉપવાસ કરે છે. આ દિવસે પત્નીઓ પતિની લાંબી ઉંમર માટે વ્રત કરતી હોય છે. પતિની લાંબી ઉંમર માટે આ દિવસે પત્ની આખો દિવસ ભૂખી રહે છે અને ઉપવાસ કરે છે. આ દિવસે ઘણી પત્નીઓ ખાલી પાણી પીને જ આખો દિવસ પસાર કરતી હોય છે. આ વ્રત રાત્રીના સમયે ચાંદ નિકળ્યા પછી પૂરું કરવામાં આવે છે.
પરણિત સ્ત્રીઓ માટે સૌથી મહત્વનું અને શુભ માનવામાં આવતું આ વ્રત છે, જે કડવા ચોથના નામે ઓળખાય છે. લાલ રંગની સુંદર સાડી અને સોળેય શણગાર સજીને સવારના પહોરથી લઈને છેક રાતે ચંદ્રમા દર્શન આપે ત્યાં સુધી તેઓ નિર્જળા રહે છે. તેમના મનમાં એકજ મનોકામના રહે છે કે તેમનું સુહાગ અમર રહે એટલે કે તેઓ તેમના પતિની દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેમના હાથે ચંદ્રના દર્શન કર્યા બાદ જ જળ અને ખોરાક લે છે.
દરેક સુહાગિન કડવા ચોથના દિવસે આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે. કડવા ચોથ વિવાહિત મહિલાઓ માટેનો સૌથી મોટો દિવસ છે અને તે આખા ભારતમાં આ વ્રત ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્ત્રીઓ દિવસભર ભૂખી અને તરસી રહેતી હોય, સાંજના સમયે સોળ શણગારો કરીને મહિલાઓ ચંદ્રની પૂજા કરવા માટે સૌથી પહેલાં દીવડો પ્રગટાવીને પછી ચાયણીમાંથી આરપાર ચંદ્રના દર્શન કર્યા પછી જ પછી, તેઓ તરત જ તેમના પતિને જુએ છે અને પછી પતિના હાથે જ ઉપવાસ ખોલે છે. આ પ્રથા આપણે વર્ષોથી આપણે આપણી સહેલીઓ, બહેનો કે માતાને ચાયણીમાંથી જોઈને ચંદ્રની પૂજા કરતા જોયા છે.
કડવા ચોથના દિવસે ચાયણી વડે પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. પૂજાની થાળીમાં રખાતી બીજી બધી પૂજા સામગ્રીઓની જેમ ચાયણીનું પણ પોતાનું એક વિશેષ સ્થાન છે. હા, કડવા ચોથની રાત્રે સ્ત્રીઓ આ ચાયણીથી તેમના પતિના ચહેરાને જોઈને વ્રત પૂર્ણ કરે છે. આ વિધિમાં સૌભાગ્ય વતી મહિલાઓ ચંદ્ર તરફ દીવો કરીને ચાયણીની વચ્ચે રાખે છે અને તેની આરપાર ચંદ્રને જુએ છે અને પછી તરત જ તેમના પતિનો ચહેરો જુએ છે. જે બાદ પતિ તેમને પાણી આપીને વ્રત પૂર્ણ કરવામાં તેમની પત્નીની મદદ કરે છે.
ચાયણીની આરપાર ચંદ્ર દર્શન કરવાની પ્રથા અનોખી લાગે છે. આ એટલા માટે છે કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર, ચંદ્રને ભગવાન બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે અને બ્રહ્માજી આયુષ્યનું વરદાન પણ આપે છે. આ ઉપરાંત, ચંદ્રમાં સુંદરતા, ઠંડક, પ્રેમ અને દીર્ધાયુષ્ય પ્રદાન કરવા જેવા ગુણો પણ રહેલા છે. આ કારણોસર, પરિણીત મહિલાઓ ચંદ્ર તરફ જુએ છે અને તેમના દર્શન કરીને પતિ માટે આ બધા ગુણોની કામના કરે છે.
ઉત્તર ભારતમાં આ વ્રત ખૂબ જ દ્રઢપણે દરેક રીત રિવાજ મુજબ રૂઢીચૂસ્ત માન્યતા મુજબ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કહેવાય છે કે કડવા ચોથ પરનો ચંદ્ર કાર્તિકનો ચંદ્ર છે અને તે ભગવાન શિવ અને માતા પાર્વતીના તેમના પુત્ર છે તેઓ ભગવાન ગણેશના ભાઈ છે અને તેમનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. વળી, ઉત્તર ભારતમાં મહિલાઓ વડીલોના આદરના સંકેત રૂપે માથે ઓઢીને લાજ કાઢે છે. તેથી, ચંદ્રનું સન્માન કરીને પૂજા કરવાના સમયે પરિણીત મહિલાઓના પ્રતીક તરીકે તેમના ચહેરાને ઢાંકી દે છે. તેઓ સીધે સીધો ચહેરો બતાવતી નથી. તેથી આ આમન્યાને અનુસરીને પતિને પણ તરત ચહેરો નથી બતાવતી તેને બદલે ચાયણીની આડશે તેઓ પોતાનું વ્રત પૂજન કરે છે અને ઉપવાસ છોડે છે. બીજી માન્યતા એ છે કે સ્ત્રીઓ જ્યારે વ્રતની પૂજાના રૂપમાં ચંદ્રમાના કિરણોથી કડવા ચોથની ઉપાસનાના બદલામાં જ્યારે આશીર્વાદ લેવા માટે પ્રાર્થના કરે છે. ફિલ્ટર કરેલ કિરણો જ તેમના જીવનમાં પ્રવેશે જે તેમના દાંપત્ય જીવનમાં સુખી અને સમૃદ્ધ જીવનને આશીર્વાદ રૂપે શુભ ફળ પ્રાપ્ત થઈ શકે.
એક દિવસ અર્જૂન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી. આથી દ્રોપદી દુ:ખી દુ:ખી થઈગઈ. તેણે કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગારવાની વિનંતી કરી. આથી કૃષ્ણએ જણાવ્યું કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું ત્યારે ભગવાને કરવા ચોથનું વ્રત કરવાનું કહ્યું હતું. જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે. આ પછી શ્રીકૃષ્ણ ભગવાને એક વાર્તા કહી.
પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું. ભોજન પત્યા પછી તરતજ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોય દુ:ખનું કારણ પૂછ્યું. બહનેની હકિકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો. આ વાત પૂરી કહી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસિબત ટળી જશે. આથી દ્રોપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની બધી મુસીબત ટળી ગઈ હતી. અને પાંડવો પર આવેલું સંકટ ટળી ગયું હતું. આ વ્રત કરનારનો ચૂડી-ચાદલો અખંડ રહે છે, વાંઝીયામેણું ટળે છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
kadva chauth - kadva choth vrat - 13 october - story behind kadva choth - gujarati festival - gujju news channel - gujjunewschannel - gujarati news -