• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • વાવ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંંગ્રેસના નેતા વચ્ચે જામશે ખરાખરીનો જંગ, જાણો કોનું પલડું છે ભારે ?

વાવ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંંગ્રેસના નેતા વચ્ચે જામશે ખરાખરીનો જંગ, જાણો કોનું પલડું છે ભારે ?

02:25 PM October 25, 2024 Admin Share on WhatsApp

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આજે અંતિમ દિવસે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને તો ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. એટલે કે ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર હવે ઠાકોર VS રાજપૂત ઉમેદવાર વચ્ચે જંગ જામશે.



Vav Assembly Seat Election : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જાતીય સમીકરણને ધ્યાને લઈ અને ભાજપે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાના ઉમેદરના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે.

► ભાજપના સ્વરૂપજી ઠાકોર Vs. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત

ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે. 2022માં સ્વરૂપજીએ ચાખ્યો હતો હારનો સ્વાદ સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.

► જાણો ગુલાબસિંહ રાજપૂત વિશે

ગુલાબસિંહ રાજપૂત અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. થરાદ પૂર્વ ધારાસભ્ય 2019ની પેટા ચૂંટણી જીત્યા હતા. ગુલાબસિંહ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા.

► વાવ બેઠકનો ઇતિહાસ

વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Congress And Bjp Candidate Declared For Vav Assembly Seat Election , વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી જંંગ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us