
Hyundai Motor India IPO Open Next Week New Share Listing News: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ સહિત 3 કંપનીના આઈપીઓ આગામી સપ્તાહે ખુલી રહ્યા છે. તો નવા 3 સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.
Hyundai Motor India IPO Open Next Week Share Listing News: શેરબજારમાં આગામી સપ્તાહે આઈપીઓને લઇ નવો ઇતિહાસ રચાશે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા આઈપીઓ 14 ઓક્ટોબરથી શરૂ થનાર નવા સપ્તાહે ખુલી રહ્યો છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં સૌથી મોટો આઈપીઓ લાવવાનો એલઆઈસીનો રેકોર્ડ તૂટી જશે. નવા સપ્તાહે 3 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા આઈપીઓમાં રોકાણ કરવાની ચાલુ સપ્તાહે પણ તક મળશે. તેમજ નવી 3 કંપનીના શેર શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 થી 17 ઓક્ટોબર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહશે. ભારતની બીજી સૌથી મોટી ઓટો કંપની હ્યુન્ડાઇ મોટર 27870.16 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. એન્કર ઈન્વેસ્ટર માટે આ પબ્લિક ઇસ્યૂ 14 ઓક્ટોબર ખુલશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 1865 – 1960 રૂપિયા નક્કી કરી છે. સંપૂર્ણ ઓફર ફોર સેલ ઇસ્યૂ હેઠળ તેની પેરન્ટ કંપની હ્યુન્ડાઇ મોટર કંપની 14.2 કરોડ શેર વેચશે. આઈપીઓમાં 778400 શેર કંપનીના કર્મચારી માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે અને તેમને શેર દીઠ 186 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. આ આઈપીઓ શેર 22 ઓક્ટોબર શેર લિસ્ટિંગ થશે.
હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા ભારતીય શેરબજારનો સૌથી મોટો આઈપીઓ લાવી રહી છે. અગાઉ મે 2022માં એલઆઈસી 21008 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇસ્યુ છે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 27870 કરોડ રૂપિયાનો છે.
લક્ષ્ય પાવરટેક આઈપીઓ 16 ઓક્ટોબર ખુલીને 18 ઓક્ટોબર બંધ થશે. 49.91 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 171 થી 180 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓ લોટ 800 શેરનો છે. અમદાવાદની એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી સર્વિસિસ કંપની આઈપીઓ હેઠળ માત્ર નવા શેર ઇસ્યુ કરશે. આ કંપનીનો શેર 23 ઓક્ટોબરના રોજ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
ફ્રેશર એગ્રો એક્સપોર્ટ્સ કંપનીનો આઈપીઓ 17 થી 21 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. 75.4 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 110 થી 116 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 1200 શેરની છે. કંપની આઈપીઓ હેઠળ માત્ર નવા શેર જારી કરશે. આ કંપનીના શેર 24 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.
આગામી સપ્તાહે નવી 3 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા આઈપીઓમાં પણ નવા સપ્તાહે રોકાણ કરવાની તક મળશે. પ્રાણિક લોજિસ્ટિક્સના 22.5 કરોડ રૂપિયાનો આઈપીઓ 14 ઓક્ટોબર બંધ થવાનો છે, જે 10 ઓક્ટોબર ખુલ્યો હતો. આઈપીઓ શેર દીઠ ઇસ્યુ પ્રાઇસ 73 થી 77 રૂપિયા અને લોટ સાઈઝ 1600 શેર છે. આ આઈપીઓ શેર 17 ઓક્ટોબરના રોજ એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થશે.
નવા સપ્તાહે શેરબજારમાં ઘણી કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ થવાના છે. જેમાં ગરુડા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગનો શેર 15 ઓક્ટોબર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે. મેનબોર્ડ પર એક માત્ર ગરુડા કન્સ્ટ્રક્શનો શેર લિસ્ટ થશે. તો એસએમઇ પ્લેટફોર્મ પર નવા 2 શેર લિસ્ટિંગ થવાના છે. શિવ ટેક્સકેમ શેર બીએસઇ એસએમઇ પર 15 ઓક્ટોબર અને પ્રાણિક લોજિસ્ટિકનો શેર 17 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થવાનો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Hyundai Motor India IPO Open This Week Share Listing News , Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ શેરબજારમાં રચશે ઇતિહાસ, આગામી સપ્તાહ નવા 3 શેર લિસ્ટિંગ થશે