• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મહેસાણાની ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત, પીડિત પરિવારોને છ લાખની સહાયની જાહેરાત

મહેસાણાની ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત, પીડિત પરિવારોને છ લાખની સહાયની જાહેરાત

06:17 PM October 12, 2024 Admin Share on WhatsApp

દશેરાના દિવસે મહેસાણામાં હચમચાવતી દુર્ઘટના બની છે. કન્સ્ટ્રક્શન કામ દરમિયાન ભેખડ ધસી પડતાં 9 મજૂરોના મોત નીપજ્યાં છે. જ્યારે 1 યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.



Mehsana News : મહેસાણાના કડીમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 9 મજૂરનાં મોત થતાં તમામના મૃતદેહ બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. કંપનીની કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરી રહેલા મજૂર રમિલા મોહનભાઈ વસોયાએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 10 લોકો દટાયા હતા, જેમાંથી એક મારો છોકરો વિનોદ ઉપર આવ્યો, બાકીના 9 લોકો અંદર દટાઈ ગયા હતા. સાઇટ પર અમે ચણતર કામ કરતા હતા ત્યારે માટીની ભેખડ ધસી પડી હતી.

કડીના જાસલપુર ગામ નજીકની ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે માટેની ભેખડ ધસી પડી હતી. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આજે આ દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીની દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ પડી હતી. જેમાં પાંચ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. હજી પણ અન્ય મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાની જાણ થતાં DDO ડો. હસરત જાસ્મીન, SP ડૉ તરૂણ દુગ્ગલ, Dy.SP મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ​​​​​​પહોંચી છે.

Mehsana News : big tragedy on dussehra wall collapse in kadi mehsana 9 workers died , મહેસાણાની ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત, પીડિત પરિવારોને છ લાખની સહાયની જાહેરાત

ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાઈ ગયા હતા. જે મજૂરોને બહાર કાઢવાનું કામ JCBની મદદથી કરવામાં આવ્યું હતું. 3 મજૂરોને બચાવી લેવાયા છે. 

આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. બાંધકામ સ્થળ પર જેસીબીની મદદથી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સલામતીના ધોરણોની અવગણના અને કાર્યસ્થળો પર કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.પોલીસ ઈન્સ્પેક્ટરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે કામ દરમિયાન અચાનક માટી ઘસી ગઈ, જેના કારણે મજૂરો તેની નીચે દટાઈ ગયા.  "અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે, અને અમને ડર છે કે વધુ ત્રણથી ચાર મજૂરો હજુ ફસાયેલા છે. 

► ઘટના સ્થળે રાહત કાર્ય 

ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બચાવ કાર્ય અત્યંત પડકારજનક હતું કારણ કે માટી નીચે હજુ કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, અને વહીવટીતંત્રે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Mehsana News : big tragedy on dussehra wall collapse in kadi mehsana 9 workers died , મહેસાણાની ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત, પીડિત પરિવારોને છ લાખની સહાયની જાહેરાત



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us