• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • નોએલ ટાટા બનશે રતન ટાટાના વારસદાર: ટાટા ટ્રસ્‍ટના આગામી અધ્‍યક્ષ નોએલ ટાટા વિશે જાણો

નોએલ ટાટા બનશે રતન ટાટાના વારસદાર: ટાટા ટ્રસ્‍ટના આગામી અધ્‍યક્ષ નોએલ ટાટા વિશે જાણો

04:37 PM October 11, 2024 Admin Share on WhatsApp

Tata Trust New Chairman Noel Tata News : હવે નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનશે તેઓ સર્વસંમતિથી ચેરમેન તરીકે ચૂંટાયા



Tata Trust New Chairman Noel Tata : રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્‍ટનો હવાલો કોણ લેશે તે અંગેની સસ્‍પેન્‍સ દૂર થઈ ગઈ છે. રતન ટાટાના ઉત્તરાધિકારીની શોધ પૂર્ણ થઈ ગઈ છે. રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટા હવે ટાટા ટ્રસ્‍ટનો હવાલો સંભાળશે. ટાટા ટ્રસ્‍ટના નવા અધ્‍યક્ષ નોએલ ટાટા અંગેનો નિર્ણય શુક્રવારે ટાટા ટ્રસ્‍ટની મહત્‍વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્‍યો હતો. ટાટા ગ્રુપના માર્કેટમાં લિસ્‍ટેડ ૨૯ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ૪૦૩ બિલિયન ડોલર એટલે કે ૩૯ લાખ કરોડ રૂપિયા છે.

ઉત્તરાધિકાર અંગે ચર્ચા કરવા ટાટા ટ્રસ્‍ટની આજે મુંબઈમાં બેઠક મળી હતી. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્‍ટના ચેરમેન તરીકે મંજૂરી આપવામાં આવી હતી. ટાટા સન્‍સના ભૂતપૂર્વ ચેરમેન અને આ પરોપકારી સંસ્‍થાના પ્રેરક બળ રતન ટાટાનું ૯ ઓક્‍ટોબરે ૮૬ વર્ષની વયે અવસાન થતાં આ બેઠક થઈ હતી. રતન ટાટાને ૧૦ ઓક્‍ટોબરે મુંબઈમાં પૂર્ણ રાજય સન્‍માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમણે તેમના મૃત્‍યુ પહેલા તેમના અનુગામીની નિમણૂક કરી ન હતી.

► નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે

રતન ટાટાના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. તેઓ ટ્રસ્ટના સંચાલન માટે મુખ્ય વ્યક્તિઓમાંના એક માનવામાં આવતા હતા. રતન ટાટા બાદ હવે નોએલ ટાટા ટ્રસ્ટની હોલ્ડિંગ કંપનીઓનું સંચાલન કરશે. નોએલ ટાટા રતનના પિતા નવલ ટાટા અને સિમોન ટાટાના 67 વર્ષીય પુત્ર છે. ટાટા ટ્રસ્ટની રચનામાં રતન ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો મોટો હિસ્સો છે. આમાં હિસ્સો લગભગ 66 ટકા છે. ટાટા ગ્રુપ ટાટા ટ્રસ્ટ હેઠળ કામ કરે છે. આ ટ્રસ્ટ પરોપકારી પહેલ અને શાસનની દેખરેખ રાખવા માટે કામ કરે છે.

► નોએલ પણ ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ પણ ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. ટાટા ગ્રુપ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ટાટા ઇકોસિસ્ટમ સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Tata Trust New Chairman Noel Tata , ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ નાઓલ ટાટા



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us