• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ગૌતમ અદાણીની સંપત્તિ ઘટી, થોડા જ કલાકોમાં દુનિયાના સૌથી બીજા નંબરના અમીરનો તાજ છીનવાયો...

ગૌતમ અદાણીની સંપત્તિ ઘટી, થોડા જ કલાકોમાં દુનિયાના સૌથી બીજા નંબરના અમીરનો તાજ છીનવાયો...

09:50 PM September 16, 2022 Admin Share on WhatsApp



શુક્રવારે (asia)એશિયાના સૌથી (richest)ધનિક અબજોપતિ ગૌતમ અદાણી(gautam adani) માટે ઉતાર-ચઢાવનો દિવસ રહ્યો હતો. સવારે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી (world's second richest person)વિશ્વના બીજા સૌથી અમીર અબજોપતિ બન્યા હતા.  અને અદાણી ગ્રુપના વડા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. જોકે, થોડા કલાકોમાં જ અદાણીની રેન્કિંગમાં ઘટાડો થયો હતો. અને ફરી તેઓ ત્રીજા નંબર પર આવી ગયા હતા.

હવે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સના લેટેસ્ટ અપડેટમાં ફરી એકવાર ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર અબજોપતિ છે. જોકે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીનું રેન્કિંગ ત્રીજા સ્થાને સ્થિર રહ્યું છે. તમને જણાવી દઈએ કે ફોર્બ્સ અને બ્લૂમબર્ગ બંને પાસે સંપત્તિના મૂલ્યાંકનના અલગ-અલગ સ્કેલ છે.  

દિવસભરની વધઘટ

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, બપોરે અદાણીની સંપત્તિમાં $5.5 બિલિયનનો વધારો થયો હતો. તેના કારણે અદાણીની નેટવર્થ $155.7 બિલિયન સુધી પહોંચી અને તે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા હતા. હવે સાંજના અપડેટમાં, અદાણીની સંપત્તિમાં $2.2 બિલિયનનો ઘટાડો થયો છે. અને ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $152.2 બિલિયન છે. આ રીતે તે બર્નાર્ડ આર્નોલ્ટની પાછળ છે. ઇન્ડેક્સમાં બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ $153.5 બિલિયન છે.

એલોન મસ્ક મોખરે

 ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટોચ પર છે. મસ્કની કુલ સંપત્તિ $269.1 બિલિયન છે. જો કે, મસ્કની સંપત્તિમાં $4 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. પરંતુ એલોન મસ્ક સુધી કોઈ પહોંચી શકે તેવી સ્થિતિ હાલ પૂરતી દેખાતી નથી. જો આપણે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ $92.2 બિલિયન સાથે આ યાદીમાં આઠમા નંબરે છે. આ સાથે બિલ ગેટ્સ, લેરી એલિસન, વોરેન બફેટ, લેરી પેજ અને સર્ગેઈ બ્રિન પણ અન્ય અબજોપતિઓની યાદીમાં ટોપ 10માં સામેલ છે. તે જ સમયે, ગૌતમ અદાણી 30 ઓગસ્ટે લુઈસ વિટનના બોસ આર્નોલ્ટને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. ટોચના ત્રણ અબજોપતિઓમાં કોઈ એશિયનને સ્થાન મળ્યું હોય તેવું આ પહેલું ઉદાહરણ હતું.

ગૌતમ અદાણીની કારકિર્દી

બ્લૂમબર્ગ અનુસાર, ગૌતમ અદાણી ભારતમાં સૌથી મોટા પોર્ટ ઓપરેટર, થર્મલ કોલસાના ઉત્પાદક અને કોલસાના વેપારી છે. ગૌતમ અદાણીનો જન્મ ગુજરાતમાં થયો હતો. કૉલેજ છોડ્યા પછી, તે કિશોરાવસ્થામાં મુંબઈ ગયા અને પોતાના વતન પરત ફરતા પહેલા હીરાના વ્યવસાયમાં કામ કર્યું. ઉપરાંત કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર અંગશુ મલિકે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, કંપની તેની કન્ઝ્યુમર ગૂડ્ઝ ઓફરિંગ અને પહોંચને વધારવા માટે મોટી ફૂડ સર્વિસ અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાં બ્રાન્ડ્સ હસ્તગત કરવાનું વિચારી રહી છે.

અદાણીના ઉદ્યોગો વિશેની માહિતી

અદાણીની મોટાભાગની સંપત્તિ અદાણી ગ્રૂપના જાહેર હિસ્સામાંથી પ્રાપ્ત થાય છે, જેમાંથી તેણે તેની સ્થાપના કરી હતી. માર્ચ 2022ના સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ, તેઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં 75% હિસ્સો ધરાવે છે. તેઓ અદાણી ટોટલ ગેસના લગભગ 37%, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 65% અને અદાણી ગ્રીન એનર્જીનો 61% હિસ્સો ધરાવે છે. આ તમામ કંપનીઓ જાહેરમાં વેપાર કરે છે અને તે અમદાવાદ સ્થિત છે.

બિઝનેસ news - bussiness ન્યુઝ - વેપાર ન્યુઝ - ગૌતમ અદાણી - gautam adani - gujarat news - top gujarati news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us