
બેંગલુરુના વાયાલિકાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના વીરન્ના રોડ પર ત્રણ માળની બિલ્ડિંગના પહેલા માળે રહેતી મહાલક્ષ્મીની બોડી એક ફ્રિજમાં 30થી વધુ ટુકડામાં મળતાં સનસનાટી મચી
Bangalore Woman Murder News : 2022ના દિલ્હીના છતરપુરની ચકચારી શ્રદ્ધા વોલ્કર જેવો ઘાતકી હત્યા કાંડ ફરી સામે આવ્યો છે. આ કાંડમાં બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોલ્કરની ઘાતકી હત્યા કરીને તેની લાશના 35 ટુકડા કરીને ફ્રિજમાં સંઘરી રાખ્યાં હતા. આ વખતે કર્ણાટકના બેંગ્લુરુમાં એક ફ્રિજમાં મહિલાના 30થી વધુ ટુકડા મળી આવતાં સનસનાટી મચી હતી. આ મહિલાની કોણે અને કેમ આવી ઘાતકી હત્યા કરી તે સવાલ બધાના મનમાં ઘુમરાઈ રહ્યો છે. લાશનો નિકાલ કરવા જાય તો પકડાઈ જવાય તેથી કાતિલે મહિલાની લાશના ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધાં અને પછી જાણે પાતાળમાં ઘુસી ગયો હોય તેમ છૂમંતર થઈ ગયો.
મામલો બેંગલુરુના વાયલીકાવલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં વીરન્ના રોડ પર ત્રણ માળની ઈમારતના પહેલા માળે રહેતી મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરી ફ્રિજની અંદર રાખવામાં આવ્યા હતા. આ ચોંકાવનારી ઘટના દુર્ગંધના કારણે બની હોવાનું બહાર આવ્યું હતું. વીરન્ના રોડ પરના ઘરમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. આવી સ્થિતિમાં વિસ્તારના લોકોએ પોલીસને જાણ કરી હતી. આના પર પોલીસ ત્યાં પહોંચી અને ઘરનો દરવાજો તોડીને અંદર ગયા તો ફ્રિજમાં ખરાબ હાલતમાં એક મૃતદેહ જોયો. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે 4 કે 5 દિવસ પહેલા તેણીની હત્યા કરવામાં આવી હશે અને શક્ય છે કે હત્યારાએ લાશના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હોય, જેથી હત્યારાને ભાગવાનો સમય મળે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 26 વર્ષીય મહાલક્ષ્મી અન્ય રાજ્યની હતી, પરંતુ તે લાંબા સમયથી બેંગલુરુમાં રહેતી હતી. આ બાબતને ધ્યાને લઈને પોલીસ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હત્યામાં મહિલાના નજીકના લોકો સામેલ હોઈ શકે છે.
મહિલા અને તેનો પતિ બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. તેનો પતિ શહેરની નજીક એક આશ્રમમાં કામ કરે છે અને ત્યાં રહે છે. બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય મહિલાની લગભગ પખવાડિયા પહેલા હત્યા કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધા હતા. આ જ બિલ્ડિંગના એક ફ્લેટમાં એક ફ્રીજમાંથી મહિલાના મૃતદેહના 30થી વધુ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મહિલા એકલી રહેતી હતી.
હવે સવાલ એ છે કે મહિલાની આવી ઘાતકી હત્યા કોણે અને કેમ કરી? કાતિલ ક્યાંથી છટકી ગયો. પોલીસે તપાસ શરુ કરી દીધી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, "અમે મૃતક મહિલાની ઓળખ કરી રહ્યા છીએ, પરંતુ અમે હવે તેને જાહેર કરી રહ્યા નથી." તેમણે કહ્યું કે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક નિષ્ણાતોએ સ્થળની મુલાકાત લીધી અને તપાસ શરૂ કરી. મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે. અમે તપાસ પછી વધુ વિગતો આપીશું. તે કર્ણાટકમાં રહેતી હતી, પરંતુ મૂળ અન્ય રાજ્યની છે," કુમારે પત્રકારોને જણાવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. મૃતક મહિલા મલ્લેશ્વરમમાં રહેતી હતી અને એક મોલમાં કામ કરતી હતી જ્યારે તેનો પતિ શહેરથી દૂર એક આશ્રમમાં કામ કરતો હતો. ઘટનાની માહિતી મળતા પતિ પણ ઘટના સ્થળે આવી ગયો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , bangalore woman murder 30 pieces found in fridge crime Story in Gujarati , Bengaluru woman murder, Bengaluru woman fridge murder , Bengaluru HORROR , હજુ કેટલી વધુ શ્રદ્ધાઓનો ભોગ લેવાશે ? દિલ્હીની જેમ બેંગલુરુમાં પણ મહિલાની લાશ કાપીને ફ્રિજમાં રખાઈ, ઘાતકી મર્ડરથી ચકચાર