• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ઘાટ કરતા ઘડામણ મોંઘું! અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરવા સત્તાધીશો તૈયાર

ઘાટ કરતા ઘડામણ મોંઘું! અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરવા સત્તાધીશો તૈયાર

09:52 AM September 13, 2024 gujjunewschannel.in Share on WhatsApp

Hatkeshwar Bridge : અમદાવાદનો હાટકેશ્વર તોડી નવા બ્રિજ માટે અંદાજિત 42 કરોડનો ખર્ચ થશે. પરંતું બનેલો બ્રિજ તોડવા 52 કરોડનો ખર્ચ કરાશે



અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બ્રિજને વિવાદોનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી બંધ છે. .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બની ગયેલો આ બ્રિજ તોડી પાડવા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે અજય ઈન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની ઉંમર 100 વર્ષ હશે. પરંતુ તેના નિર્માણના માત્ર 5 વર્ષ બાદ જ આ બ્રિજની મજબૂતાઈ પર સવાલો ઉઠવા લાગ્યા હતા.

► અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા સ્વાહા

આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવી હતી, જેના અલગ-અલગ એજન્સીઓએ આપેલા અહેવાલો મુજબ આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થતાં આ પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકાએ આ પુલને તોડવા માટે ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ ત્રણ ટેન્ડરમાં પણ કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી. આખરે ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

► ઘાટ કરતા ઘડામણ મોંઘી

હવે રાજસ્થાનની કંપની રૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2017માં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી બે સપ્તાહમાં તમામ નિયમો મુજબ પુલ તોડી પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવશે. આ પુલને તોડવામાં 18 મહિનાનો સમય લાગશે. જેના માટેનો ખર્ચ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઈન્ફ્રા પાસેથી વસૂલવામાં આવશે.

► રિપોર્ટમાં ફેલ ગયો હાટકેશ્વર બ્રિજ

રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો હતો. મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરાયેલા NDT એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો હતો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે. 

► ટ્રાફિક જામથી દરેક લોકો પરેશાન

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો સૌથી વધુ પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં 20થી વધુ અરજીઓ પ્રશાસનને આપવામાં આવી છે. અનેક વખત વિરોધ પ્રદર્શનો થયા છે. પરંતુ ભ્રષ્ટાચારનો આ પુલ છેલ્લા બે વર્ષથી આટલી જર્જરિત હાલતમાં ઉભો છે. આ પુલના કારણે લોકો સર્વિસ રોડ પર ચાલી પણ શકતા નથી. ટ્રાફિક જામથી દરેક લોકો પરેશાન છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , hatkeshwar bridge will be demolished for rs 52 crore , અમદાવાદ હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us