• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વધુ વરસાદથી કપાસના પાકમાં નુકસાની , ઉત્‍પાદન ૧૦-૧૫% ઘટવાની ભીતિ, ઓછી આવક સામે માંગ વધતા કપાસના ભાવ વધ્યાં

વધુ વરસાદથી કપાસના પાકમાં નુકસાની , ઉત્‍પાદન ૧૦-૧૫% ઘટવાની ભીતિ, ઓછી આવક સામે માંગ વધતા કપાસના ભાવ વધ્યાં

10:23 AM September 09, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ વરસ્‍યો છે. જેના પગલે રાજયમાં, ખાસ કરીને કપાસના પાકને વ્‍યાપક નુકસાન જવાની સંભાવના છે. કોટન એસોસિએશન ઓફ ઈન્‍ડિયા (CAI) અને ખેડૂતોના અંદાજ મુજબ, વાવેતરમાં ઘટાડો અને વરસાદથી પાકને થયેલા નુકસાનના કારણે આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન ૧૦-૧૫%નો ઘટાડો થવાની ભીતિ છે. ખેડૂતોએ જણાવ્‍યું હતું કે, જૂનમાં થયેલા વાવેતરને સૌથી વધારે નુકસાન થયું છે. ગુજરાત કૃષિ વિભાગના આંકડા પ્રમાણે, ૨ સપ્‍ટેમ્‍બરની સ્‍થિતિએ રાજયમાં કપાસનું વાવેતર ગત વર્ષના ૨૬.૭૯ લાખ હેક્‍ટર કરતાં આ વર્ષે ૧૨% ઘટીને ૨૩.૬૨ લાખ હેક્‍ટર થયું છે. CAIના અંદાજ પ્રમાણે કોટન વર્ષ ૨૦૨૩-૨૪ માટે ગુજરાતમાં કોટનનું ૯૨ લાખ ગાંસડીનું ઉત્‍પાદન થયું છે. વર્તમાન નુકસાનીની સંભાવના જોતાં આ વર્ષે ઉત્‍પાદન આના કરતાં નીચું રહેશે.

► વધારે વરસાદ પડતા વાવેતરમાં ૧૫-૨૫%નું નુકસાન

CAIના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્‍યું કે, ગુજરાતમાં જૂન મહિનામાં અંદાજે ૧૦ લાખ હેક્‍ટરમાં કપાસનું વાવેતર થયું હતું. ઓગસ્‍ટમાં આ પાકમાં ઘણો સારો ગ્રોથ રહ્યો હતો. પરંતુ મિડ-ઓગસ્‍ટ પછી રાજયમાં કપાસનું વાવેતર થયું હોય તેવા વિસ્‍તારોમાં ભારે વરસાદ પડતા વાવેતરમાં ૧૫-૨૫%નું નુકસાન થયું હતું. જુલાઈ-ઓગસ્‍ટમાં જે વાવેતર થયું છે તેમાં છોડ નાનો છે એટલે તેમાં નુકસાની નથી. ગુજરાતની જેમ સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું વાવેતર ઘટયું છે. દેશમાં સરેરાશ ૧૨૫-૧૩૦ લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા મહત્‍વના ઉત્‍પાદક રાજયોમાં વાવેતર વિસ્‍તાર ઓછો થવાથી દેશનું કપાસનું વાવેતર ૧૧૧ લાખ હેક્‍ટર પર પહોંચ્‍યું છે, જે ગત વર્ષે ૧૨૩ લાખ હેક્‍ટર હતું. (૨૨.૩)

► ૧૫ દિવસમાં રૂના ભાવમાં રૂ. ૨,૦૦૦નો ભાવ વધારો

કપાસના વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે, વરસાદ તેમજ સિઝનનો સ્‍ટોક પૂરો થવા ઉપર હોઈ અત્‍યારે કપાસ અને રૂની આવકો ઘટી રહી છે. ઓછી આવકો સામે માગ જળવાઈ રહેતા રૂના ભાવમાં છેલ્લા ૧૫ દિવસોમાં અંદાજે રૂ. ૨,૦૦૦નો વધારો થયો છે. ગુજરાતમાં બે સપ્તાહમાં જ રૂ. ૫૭,૫૦૦ વાળું રૂ અત્‍યારે રૂ. ૫૯.૫૦૦ પ્રતિ ખાડી (એક ખાડી ૩૫૬ કિલો)ના લેવલે પહોંચ્‍યું છે. રાજયમાં દૈનિક ૧,૫૦૦-૧,૭૦૦ ગાંસડીની આવકો રહે છે જયારે દેશમાં ૫,૦૦૦-૬,૦૦૦ ગાંસડીની આવકો થાય છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , due-to-high-rains-Demand-in-cotton-crop-increased-by-10-15-percentage-price-of-cotton-increased-in-Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us