• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Multibagger stock : આ સ્ટોકે માત્ર એક મહિનામાં રોકાણકારોના નાણાં કર્યા ડબલ, જાણો કંપની વિશે વિગતવાર

Multibagger stock : આ સ્ટોકે માત્ર એક મહિનામાં રોકાણકારોના નાણાં કર્યા ડબલ, જાણો કંપની વિશે વિગતવાર

04:39 PM August 20, 2022 Admin Share on WhatsApp



છેલ્લા એક વર્ષથી મલ્ટિબેગર રિટર્ન(Multibagger returns)આપતી ફોર્બ્સ એન્ડ કંપની(Forbes and Company)ના શેરે શુક્રવારે 19 ઓગસ્ટે 10 ટકાની અપર સર્કિટ કરી હતી. ગઈ કાલે પણ આ સ્ટૉક અપર સર્કિટમાં દેખાયો હતો. આજની તેજી સાથે આ મલ્ટીબેગર સ્ટોકે પણ તેની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી છે.

આજે ટ્રેડિંગના અંતે ફોર્બ્સ એન્ડ કંપનીનો શેર BSE પર 10 ટકાના ઉછાળા સાથે રૂ.834.35 પર બંધ રહ્યો હતો. માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર લગભગ 90 ટકા વધ્યો છે. ફોર્બ્સ એન્ડ કંપની લિમિટેડ જે અગાઉ ફોર્બ્સ ગોકાક લિમિટેડ તરીકે જાણીતી હતી, તે વિશ્વમાં અસ્તિત્વમાં રહેલી સૌથી જૂની કંપનીઓમાંની એક છે. કંપની એન્જિનિયરિંગ ઔદ્યોગિક ઓટોમેશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (વોટર અને એર પ્રોડક્ટ્સ), કેમિકલ ટેન્કર મેન્યુફેક્ચરિંગ અને રિયલ એસ્ટેટમાં સક્રિય છે. ફોર્બ્સ એન્ડ કંપની એ શાપૂરજી પલોનજી ગ્રુપનો એક ભાગ છે. ફોર્બ્સ એન્ડ કંપની લિમિટેડ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ થાણે અને મુંબઈ અને તમિલનાડુમાં હોસુરમાં ઉત્પાદન એકમો ધરાવે છે.

►એક વર્ષમાં 220% વળતર

ફોર્બ્સ એન્ડ કંપનીનો સ્ટોક લાંબા સમયથી રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેરે રોકાણકારોને લગભગ 111 ટકા વળતર આપ્યું છે. એ જ રીતે, છેલ્લા છ મહિનામાં આ શેરમાં 115.54 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022 માં, આ સ્ટોક અત્યાર સુધીમાં 159 સુધી ઉછળ્યો છે. એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે તેના રોકાણકારોને 220 ટકા વળતર આપ્યું છે.

►આ કારણે રોકેટ સ્ટોક બની ગયો

ફોર્બ્સ એન્ડ કંપનીએ શેર દીઠ રૂ. 65 એટલે કે 650%ના સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડની જાહેરાત બાદથી આ શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના બોર્ડે 13 ઓગસ્ટ, 2022ના રોજ યોજાયેલી તેની બેઠકમાં વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આ માટેની રેકોર્ડ ડેટ 25 ઓગસ્ટ, 2022 નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં કંપનીના બોર્ડે Macsa ID સાથે જોઈન્ટ વેન્ચર કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

share market - multibagger returns - forbes and company - bse market - stock records - gujju news channel - gujarati news channel - stock market gujarati news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us